<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

માર્કેટમાં આવી ગંગાજળની નવી પ્રોડક્‍ટઃ હવે તમે પાપ ધોવાની જગ્‍યાએ લૂંછી શકશો

ગંગાજળ ઈંફયૂઝ્‍ડ વેટ વાઈપ્‍સ... સોશિયલ મીડિયા પર પ્રોડક્‍ટની ખૂબ ચર્ચા : ત્રીસ વાઈપ્‍સના બદલામાં તમારે લગભગ ૧૦૦ રૂપિયા આપવા પડશે એટલે કે ઘરે બેઠા હવે તમે પાપ લૂંછી શકશો

નવી દિલ્‍હી તા.૧૮: ભારતમાં ગંગાજળનું ખૂબ જ મહત્ત્વ હોય છે. ખાસ કરીને હિન્‍દુઓમાં ગંગાજળ વિના કોઈ ધાર્મિક કામ થતા નથી. તમે પછી પૂજા કરો, કે કોઈનું મોત હોય તો મોંમાં ગંગાજળ નાખીને તેને મુક્‍તિ અપાવવામાં આવે છે. લોકો દૂર-દૂરથી બનારસ, હરિદ્વાર અને એવી જગ્‍યાએ જાય છે, જ્‍યાં ગંગા વહે છે. તેમનો ઉદ્દેશ્‍ય એક જ હોય છે. ગંગામાં પોતાના પાપ ધોવાનો. પણ હવે તમે પાપ ધોવાની જગ્‍યાએ લૂંછી શકશો.

સોશિયલ મીડિયા પર એક એવી પ્રોડક્‍ટની ખૂબ ચર્ચા થઈ રહી છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ ગંગાજળ ઈંફયૂઝ્‍ડ વેટ વાઈપ્‍સની. સૌથી પહેલા તો આપને જણાવી દઈએ કે, આખરે આ વેટ વાઈપ્‍સ શું હોય છે? આ એક ડિસ્‍પોઝેબલ કપડાંનો ટુકડો હોય છે. જેને લોકો પોતાના હાથ અને મોં લૂંછતા હોય છે. તેનો ઉપયોગ ખાસ કરીને મુસાફરી દરમ્‍યાન થાય છે. ઘણી વાર લોકો પાણીથી પોતાના હાથ નથી ધોઈ શકતા, આવી સ્‍થિતિમાં આ વાઈપ્‍સનો ઉપયોગ કરતા હોય છે. પણ લોન્‍ચ થયેલા ગંગાજળ વાઈપ્‍સની વાત કંઈક જુદી છે.

સોશિયલ મીડિયા પર આ વાઈપ્‍સની તસ્‍વીર ખૂબ વાયરલ થઈ રહી છે. હરી દર્શન બ્રાન્‍ડની આ વાઈપ્‍સ તમે દુકાન ઉપરાંત ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો. જ્‍યાં હજુ સુધી ગંગામાં ડુબકી લગાવીને તમે તમારા પાપ ધોઈ શકતા હતા, ત્‍યાં હવે આ વાઈપ્‍સથી તમે તમારા ખરાબ કર્મોને લૂંછી શકશો. ત્રીસ વાઈપ્‍સના બદલામાં તમારે લગભગ ૧૦૦ રૂપિયા આપવા પડશે. એટલે કે ઘરે બેઠા હવે તમે પાપ લૂંછી શકશો.

આ વાઈપ્‍સને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો આ વાઈપ્‍સને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે ખૂબ જ મજેદાર કોમેન્‍ટ કરી છે. તેણે લખ્‍યું કે, આ વાઈપ્‍સને તો ફેંકી પણ ન શકીએ, તેને વિસર્જિત કરવું પડશે. સાથે જ એક યુઝર્સે પૂછ્‍યું કે તેમાં ક્‍યાંનું ગંગાજળ નાખ્‍યું છે ગંગોત્રી કે બનારસનું. જો કે ઘણા લોકોને આ પ્રોડક્‍ટ પર વિશ્વાસ નથી થઈ રહ્યો. તેમણે તેને ફેક ગણાવી રહ્યા છે. પણ જ્‍યારે સર્ચ કર્યું તો જાણવા મળ્‍યું કે હકીકતમાં આ પ્રોડક્‍ટ લોન્‍ચ થઈ છે. તમે તેને અમેઝોન પરથી ઓર્ડર કરી શકશો

(10:02 AM IST)