<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

દર વર્ષે ૫ લાખ અકસ્‍માત : ૧.૮૦ લાખના મોત

યુધ્‍ધ કરતાં વધુ લોકો રસ્‍તાઓ ઉપર જીવ ગુમાવી રહયાં છે : કુલ મૃત્‍યુમાં ૬૭ ટકા લોકોની ઉંમર ૧૮ થી ૩૪ વર્ષ વચ્‍ચે : ‘રાહવીર' બનો ૨૫૦૦૦નું ઇનામ મેળવો : ગડકરી

 

નવી દિલ્‍હી, તા.૧૮: ગુરુવારે લોકસભામાં પ્રશ્‍નકાળ દરમિયાન કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્‍યું હતું કે ભારતમાં દર વર્ષે ૫૦૦,૦૦૦ માર્ગ અકસ્‍માતો થાય છે, જેના પરિણામે ૧૮૦,૦૦૦ લોકો મળત્‍યુ પામે છે. આ મળત્‍યુમાંથી ૬૭% ૧૮ થી ૩૪ વર્ષની વયના છે. તાજેતરના AIIMS રિપોર્ટમાં જણાવાયું છે કે જો અકસ્‍માતનો ભોગ બનેલા લોકોને સમયસર સારવાર મળે, તો ૫૦,૦૦૦ લોકોના જીવ બચાવી શકાય છે.

નીતિન ગડકરીએ કહ્યું કે જ્‍યારે કોઈ અકસ્‍માતનો ભોગ બને છે, ત્‍યારે લોકો મદદ કરવામાં અચકાય છે. તેમને ડર છે કે જો તેઓ ઘાયલોને મદદ કરશે, તો તેઓ પોલીસ સાથે મુશ્‍કેલીમાં મુકાઈ જશે. પરંતુ હવે લોકોને આ અંગે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આવા લોકોને ઈનામ મળશે, હેરાન નહીં. અમે ઘાયલોને મદદ કરનારાઓને ‘રાહવીર' નામ આપ્‍યું છે. હવે, જો કોઈ ઘાયલ વ્‍યક્‍તિને હોસ્‍પિટલ લઈ જાય છે, તો તેમને સરકાર તરફથી ૨૫,૦૦૦ રૂપિયાનું ઈનામ મળશે. તેથી, લોકોને હવે કોઈને મદદ કરતા પહેલા બે વાર વિચારવાની જરૂર રહેશે નહીં.

ગડકરીએ કહ્યું કે ઘાયલોને જ્‍યાં દાખલ કરવામાં આવે છે તે હોસ્‍પિટલનો કેટલોક ખર્ચ પણ સરકાર ઉઠાવશે. સરકાર ૭ દિવસની સારવાર અને ૧.૫ લાખ રૂપિયા આપશે. આ પૈસા સીધા હોસ્‍પિટલમાં ટ્રાન્‍સફર કરવામાં આવશે. હોસ્‍પિટલોને હવે ઘાયલોની સારવાર કરતા પહેલા ખચકાટ નહીં કરવો પડે. અમે અકસ્‍માતોમાં શકય તેટલા વધુ લોકોના જીવ બચાવવા માંગીએ છીએ.

નીતિન ગડકરીએ કહ્યું, એ કહેવું દુઃખદ છે કે અકસ્‍માતો લોકોના વર્તન સાથે જોડાયેલા છે. કાયદા પ્રત્‍યે આદર અને ડરનો અભાવ છે. અમે ટ્રાફિક નિયમો પ્રત્‍યે જાગળતિ લાવવા માટે ઘણી ઝુંબેશ ચલાવીએ છીએ. અમિતાભ બચ્‍ચન જેવા ફિલ્‍મ સ્‍ટાર પણ આ ઝુંબેશમાં સામેલ છે.ૅ વધુમાં, અમે દરેક કારમાં છ એરબેગ ફરજિયાત કર્યા છે. અમે નવી ટુ-વ્‍હીલર ખરીદી સાથે બે હેલ્‍મેટ આપવાનો નિયમ પણ સ્‍થાપિત કર્યો છે. જો કે, લોકોએ ટ્રાફિક નિયમોનું પણ પાલન કરવું જોઈએ.(૨૩.૩૦)

(2:49 PM IST)