News of Thursday, 18th December 2025
અક્ષરધામ ખાતે બાપ્સ દ્વારા ‘‘હિન્દુ શાસ્ત્રોમાં પ્રાર્થનાના : દાર્શનિક , સાહિત્યિક અને ભક્તિમય પરિમાણો'' વિષય પર રાષ્ટ્રીય પરિષદ

રાજકોટ : નવી દિલ્હીના સ્વામીનારાયણ અક્ષરધામ ખાતે સ્થિત બાપ્સ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાને ‘‘હિન્દુ શાસ્ત્રોમાં પ્રાર્ર્થના : દાર્શનિક , સાહિત્યિક અને ભક્તિમય પરિમાણો'' વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું.
ડો. જ્ઞાનાનંદદાસ સ્વામી (સહાય નિયામક, સ્વામિનારાયણ સંશોધન સંસ્થા)એ કોન્ફરન્સના મુખ્ય વિષયની દાર્શનિક જરૂરીયાત અને મહત્વ સમજાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણવિદોમાં પ્રો. મુરલી મનોહર પાઠક (વાઇસ ચાન્સેલર, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી), પ્રો. શિવ શંકર મિશ્રા (વાઇસ ચાન્સેલર, મહર્ષિ પાણિનિ સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી), પ્રો. ઉપેન્દ્ર રાવ (પ્રોફેસર, સેન્ટર ફોર સંસ્કૃત એન્ડ ઇન્ડિયન સ્ટડીઝ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી), પ્રો. ઓમનાથ બિમલી (મુખ્ય અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, દિલ્હી યુનિવર્સિટી), અને પ્રો. ગિરીશચંદ્ર પંત (સંસ્કૃત વિભાગના વડા, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, દીલ્હી), એ હિન્દુ પરંપરામાં પ્રાર્થનાના મહત્વ પર પોતાના વિચારો શેર કર્યા.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
