<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

અમારી વિરૂધ્‍ધના ભ્રષ્‍ટાચારના આક્ષેપો પાયાવિહિન છેઃ દિલીપભાઇ પટેલ-સુમીત વોરા

આરબીએ પેનલ જંગી બહુમતીથી ચુંટાશેઃ સેમીનારના આવક-જાવક ખર્ચમાં પુરી પારદર્શીતા રાખી છેઃ સંદીપ વેકરીયાને પાંચ વખત શો-કોઝ નોટીસ આપવા છતા મીટીંગોમાં ગેરહાજર રહેલ જેથી સભ્‍યપદેથી દુર કરાયા હતા : ભાજપ લીગલ સેલના નામે ચુંટણી લડવા મનાઇ હોવા છતા ભાજપના નામનો ઉપયોગ કરી ચુંટણી લડાઇ રહી છેઃ હાઇકોર્ટ બેંચ-એડવોકેટ ભવન સહિતના મુદાઓને અમે અગ્રસ્‍થાને રાખેલ છે : આરબીએ પેનલની ‘અકિલા' સાથે વાતચીત

રાજકોટ બાર એસો.ની ચુંટણી સંદર્ભે આજે આરબીએ પેનલના હોદેદારો અને કારોબારી પદના દાવેદારોએ ‘અકિલા' ની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. પ્રસ્‍તુત તસ્‍વીરોમાં પેનલના પ્રમુખપદના ઉમેદવાર અને બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના સહઅધ્‍યક્ષ દિલીપભાઇ પટેલ તેમજ પેનલના હોદેદારો અને કારોબારી સભ્‍યો ‘અકિલા' ના મોભી કિરીટભાઇ ગણાત્રા અને પત્રકાર નયનભાઇ વ્‍યાસ દર્શાય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

રાજકોટ તા. ૧૮ :.. આવતીકાલે યોજાનાર રાજકોટ બાર એસો.ની પ્રતિષ્‍ઠાભરી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર આરબીએ પેનલના હોદેદારો અને કારોબારી સભ્‍યોએ આજે ‘અકિલા' ની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

અકિલા સાથેની વાતચીતમાં આર.બી.એ. પેનલના દિલીપભાઇ પટેલ, સુમિત વોરાએ  જણાવેલ કે, અમારી પેનલના ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટણી જીતવા જઇ રહ્યા છે. વર્તમાન બાર એસો.ના હોદેદારો ઉપર નેશનલ સેમિનારને લઇને જે આક્ષેપો કરવામાં આવેલ છે. તે પાયાવિહિન છે. બાર એસો.ના મુળ એકાઉન્‍ટમાં સેમિનારનો હિસાબ ન મળે તે માટે પારદર્શિતા ખાતર સેમિનારની આવક અને ખર્ચનો હિસાબ અલગ બેંક એકાઉન્‍ટન્‍ટમાં જ રાખવામાં આવેલ છે. જે ખર્ચ થયો છે કે, આવક થઇ છે. તેનો હિસાબ બેંકના વહીવટ મારફત જ કરવામાં આવેલ છે. જેથી  તેની પારદર્શિતા જળવાઇ રહે.

જયાં સુધી સંદિપ વેકરીયાનો મુદ્‌્‌ો છે. તો તેને ખોટી રીતે ચગાવવામાં આવ્‍યો છે. વેકરીયાને રાજીનામુ પાછુ ખેંચવા પુરતો સમય આપેલ છે. અને કોઇ વિવાદ ન થાય તે માટે તેમને સમજાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્‍યા છે.

વધુમાં આરબીએ પેનલના સુત્રોએ જણાવેલ કે, અમારી જીત પાકી છે. અમોને વિવિધ વકીલ સંગઠનો જેમાં નોટરી, રેવન્‍યુ, સિવીલ, ક્રિમીનલ સહિતના વકીલ મંડળો તેમજ વિવિધ સમુદાયના વકીલોનું જંગી સમર્થન મળી રહ્યું છે.

‘‘અકિલા'' સાથેની વાતચીતમાં બાર કાઉન્‍સીલના દિલીપભાઇ પટેલે જણાવેલ કે, રાજકોટમાં તાજેતરમાં યોજાયેલ સફળ નેશનલ લીગલ સેમિનારના હિસાબ પ્રશ્ને અમારી ઉપર જેઆક્ષેપો કરવામાં આવેલ છે. એકદમ પાયાવિહિન છે. હિસાબમાં પારદર્શીતા રહે તે માટે અલગ બેંકમાં એકાઉન્‍ટ ખોલાવેલ છે. અને દરેક દાતાઓનું ચેકથી અનુદાન મળેલ છે. જાવકનો હિસાબ પણ ચેક અને વાઉચરના માધ્‍યમથી કરવામાં આવેલ છે. જેથી જે ખર્ચ થયેલ છે. તેના હિસાબમાં પુરી પારદર્શીતા રાખેલ છે.

પ્રખુખપદના ઉમેદવાર સુમિત વોરાએ જણાવેલ કે, જયાં સુધી સંદિપ વેકરીયાનો મુદો છે તો તેમણે તા.૧૩/૧૨/૨૫ના રોજ ચુંટણી જાહેર થયા પછી સોશ્‍યલ મીડીયામાં રાજીનામુ વાયરલ કરેલ છે. અને તેમાં વર્તમાન બોડી વિરૂધ્‍ધ ગંભીર આક્ષેપો કરેલ છે. તેમને રૂબરૂ ચર્ચા કરવા પાંચ વખત મીટીંગમાં બોલાવેલ છે. પરંતુ તેઓ દરેક વખતે મીટીંગમાં ગેરહાજર રહેલ હોય બાર એસો. દ્વારા તેમને શો-કોઝ નોટીસ આપવામાં આવી છે. અને છેલ્લે તેમની આવી વર્તણુકને ધ્‍યાને લઇને એક વર્ષ માટે સભ્‍યપદેથી દુર કરવામાં આવ્‍યા હતા.

વધુમાં સુમિત વોરાએ જણાવેલ નારી શસકિતકરણના અભિયાન સંદર્ભમાં રાજકોટ બાર એસો. દ્વારા ૨૫ વર્ષની વકીલાત કરેલ હોય તેવા મહિલા વકીલોનું સન્‍માન કરવાનો પણ આગામી વર્ષમાં કાર્યક્રમ કરવાની અમારી યોજના છે. હાઇકોર્ટ બેંચ માટે અમારી બોડીએ પ્રથમ વખત રાજય અને કેન્‍દ્ર સરકારને પ્રપોઝલ મોકલી છે.

વધુમાં દિલીપભાઇ પટેલ અને સુમિત વોરાએ જણાવેલ કે, અમારી બોડીએ ચાલુ વર્ષમાં સાડા પાંચ લાખના ભંડોળમાં વધારો કર્યો છે. જીજ્ઞેશ જોષીએ કરેલા આક્ષેપો સંદર્ભે પેનલના પ્રમુખ સુમિત વોરા તેમજ દિલીપભાઇ પટેલે જણાવેલ કે,  અમોએ જે અનુદાન મેળવેલ છે કે ખર્ચ કરેલ છે. તેનો બેંકમાં હિસાબી કિતાબ છે. આજે જનરલ બોર્ડની બેઠકમાં પણ આ હિસોબો રજુ કરવામાં આવેલા છે.

બાર કાઉન્‍સીલ દ્વારા તેઓને સસ્‍પેન્‍ડ પણ કરવામાં આવ્‍યા હતા. વધુમાં તેઓએ જણાવેલ સમરસ પેનલ ભાજપ લીગલ સેલના નામે ચુંટણી લડે છે. ગુજરાતમાં કોઇ જગ્‍યાએ ભાજપ લીગલ સેલના નામનો ઉપયોગ થતો નથી. ત્‍યારે માત્ર રાજકોટમાં જ ભાજપ લીગલ સેલના નામે પ્રચાર થઇ રહયો છે.

રાજકોટ બાર એસો.ની કાલે યોજાનાર ચુંટણીમાં આરબીએ પેનલને વિવિધ બાર એસોસીએશન તથા વિવિધ વકીલ સંગઠનો તેમજ જ્ઞાતિના વકીલો દ્વારા બહુમતીથી જીતાડવાનો પ્રચંડ પ્રતિસાદ મળી રહયો છે.

વર્ષ-૨૦૨૫/૨૯ ની આરબીએ પેનલના હોદેદારોમાં પ્રમુખ તરીકે સુમિત વોરા, ઉપપ્રમુખ તરીકે બિમલ જાની, સેકેટરી તરીકે નિલેશ પટેલ, જોઈન્‍ટ સેક્રેટરી તરીકે જયેન્‍દ્ર ગોંડલીયા, ટ્રેઝરર તરીકે પ્રગતિ માકડીયા, લાઈબ્રેરી સેક્રેટરી તરીકે કેતન મંડ તથા મહિલા અનામતમાં કારોબારી સભ્‍ય તરીકે રક્ષાબેન ઉપાધ્‍યાય, મીનલબેન સોનપાલ, નિશાબેન લુણાગરીયા તથા જનરલ કારોબારીમાં સંજય ડાંગર, સ્‍તવન મહેતા, અશ્‍વિન રામાણી, વિજય રૈયાણી, ભાર્ગવ પંડયા, હસમુખ સાગઠીયા તથા કલ્‍પેશ સાકરીયાએ પોતાની ઉમેદવારી નોંધાયેલ છે.

ગત વર્ષમાં રાજકોટ બાર એસોસીએશન દ્વારા જે કામગીરી કરવામાં આવેલ તેનાથી તમામ વકિલ ભાઈ-બહેનો માહિતગાર છે. ગત બોડી દ્વારા જે કામગીરી કરવામાં આવેલ તેમાં મેડિકલ કેમ્‍પ, જુનિયર વકીલ ભાઈ-બહેનોમાં પાયાનું જ્ઞાન મળી રહે તે માટે લીગલ અવેરનેસનો કાર્યક્રમ, પ્રવાસ તથા સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત એડવોકેટ ફેટરનીટીમાં ખેલ મહાકુંભનું આયોજન તેમજ રાજકોટ બાર માટે ચાર માળનું એડવોકેટ ભવનની પરમીશન તેમજ યુવા એડવોકેટ ભાઈઓ-બહેનોને તેમજ સમગ્ર સૌરાષ્‍ટ્રની જનતાને ઘેર આંગણે સરળ સસ્‍તો ઝડપી ન્‍યાય મળી રહે તેવા શુભ આશયથી કેન્‍દ્ર સરકાર તથા રાજય સરકાર સમક્ષ હાઈકોર્ટ બેન્‍ચ માટેની પ્રપોઝલ રજુ કરેલ તથા સમગ્ર રાજકોટ જીલ્લાના વકીલો માટે નેશનલ લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવેલ. આમ વકીલ હિતમાં તમામ કાર્યો કરેલ. આ બોડીમાં સુમીત વોરાએ ઉપપમુખ તરીકેની ઉતકળષ્ટ કામગીરી કરેલ જેમના બહોળા અનુભવના કારણે જ તેઓએ આ વર્ષે પ્રમુખપદની દાવેદારી નોંધાવેલ છે અને સમગ્ર આરબીએ પેનલમાં તમામ અનુભવી ચહેરાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ બોડી દ્વારા જે કાર્યોની મંજુરી મળેલ છે તેમાં એડવોકેટ ભવન, પોસ્‍ટ ઓફીસ, એડવોકેટ બહેનો મહિલા બાર રૂમમાં અધ્‍યતન સુવિધાઓ મળી રહે તથા મહિલા બારમાં પણ કોમ્‍યુટર તથા સોફટવેર ઉપલબ્‍ધ બને તથા ફરીથી નેશનલ લેવલનો લીગલ સેમીનાર થાય અને જુનીયર એડવોકેટ ભાઈ-બહેનો જ્ઞાનસભર બને તથા વર્ષો જુની હાઈકોર્ટ બેન્‍ચની જે માંગણી પડતર છે તેમાં રાજકોટને હાઈકોર્ટ બેન્‍ચ મળે તે દિશામાં પ્રયાસો આરબીએ પેનલ દ્વારા કરવામાં આવશે.

 

(3:53 PM IST)