હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શિલ્પકલાનો યુગ આથમ્યો : સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું ૧૦૦ વર્ષની વયે નિધન
તેમણે ગાંધીજીની ૩૫૦ થી વધુ મૂર્તિઓ બનાવી છે : બેંગલુરૂમાં ભગવાન શિવની ૧૫૩ ફૂટ ઉંચી પ્રતિમા તેમણે બનાવેલ મુખ્ય મૂર્તિઓમાંની એક

નોઇડાઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના શિલ્પકાર પદ્મ ભૂષણ રામ સુતારનું ૧૦૦ વર્ષની વયે નોઈડામાં નિધન થયું છે. તેમણે અનેક જાણીતી મૂર્તિઓ બનાવી હતી. રામ સુતાર જે પત્થરને સ્પર્શ કરતા હતા તે શાનદાર મૂર્તિનું રૂપ લેતો હતો. ૬૭ વર્ષ પહેલા તેઓ મહારાષ્ટ્રથી દિલ્હી આવીને સ્થાયી થયા હતા.
તેમના પુત્રએ અનિલ સુતારે પિતાના નિધનની જાણકારી આપી હતી.અનિલ સુતારે કહ્યું, મારા પિતા રામ વનજી સુતારનું ૧૭ ડિસેમ્બરે મધરાતે અમારા નિવાસ સ્થાને નિધન થયું છે. અંતિમ સંસ્કાર અને અન્ય વિધિ ૧૮ ડિસેમ્બરના રોજ કરાશે.
રામ સુતારનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૨૫ ના રોજ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ગોંડુર ગામમાં એક સામાન્ય સુથાર પરિવારમાં થયો હતો. બાળપણથી જ કલા પ્રત્યે તેમનો ઊંડો ઝુકાવ હતો. તેમની પ્રતિભાને તેમના ગુરુ રામકળષ્ણ જોશીએ ઓળખી અને તેમને મુંબઈની પ્રતિષ્ઠિત જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ લેવા માટે પ્રેરિત કર્યા હતા. અહીંથી જ તેમની મૂર્તિકળાની યાત્રા શરૂ થઈ, જે આગળ જતાં તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સુધી લઈ ગઈ હતી.
૧૯૫૯માં રામ સુતાર દિલ્હી આવ્યા અને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં નોકરી શરૂ કરી, પરંતુ કલા પ્રત્યેનું તેમનું સમર્પણ એટલું ઊંડું હતું કે થોડા સમય પછી તેમણે સરકારી નોકરી છોડી દીધી અને સંપૂર્ણ રીતે મૂર્તિકળાને જ પોતાનું જીવન બનાવી લીધું. ૧૯૬૧માં ગાંધીસાગર ડેમ પર દેવી ચંબલની ૪૫ ફૂટ ઊંચી પ્રતિમાએ તેમને રાષ્ટ્રીય ઓળખ અપાવી. ત્યારબાદ સંસદ ભવન પરિસરમાં ગોવિંદ વલ્લભ પંતની આદમકદ પ્રતિમા સહિત અનેક મહત્વપૂર્ણ કળતિઓ તેમણે તૈયાર કરી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ ગુજરાતના કેવડિયા કોલોની ખાતે આવેલી આ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ છે. જે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. તેની ઊંચાઈ ૧૮૨ મીટર છે. મહાત્મા ગાંધીની મૂર્તિઃ રામ સુતારે મહાત્મા ગાંધીને ૩૫૦થી વધુ મૂર્તિઓ બનાવી છે. જે વિશ્વભરમાં સ્થાપિત છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિઃ તેમણે ડો. બાબાસાહેબ આંબેડકરની અનેક મૂર્તિઓ બનાવી છે. જેમાંથી એક મુંબઈના ચૈત્યભૂમિમાં સ્થાપિત છે. ભગવાન શિવની મૂર્તિઃ બેંગલુરુ સ્થિત ભગવાન શિવની ૧૫૩ ફૂટ ઊંચી પ્રતિમા પણ તેમણે બનાવેલી મુખ્ય મૂર્તિઓ પૈકીની એક છે. છત્રપતિ સંભાજી મહારાજની મૂર્તિઃ પુણેમાં છત્રપતિ સંભાજી મહારાજની ૧૦૦ ફૂટ ઊંચી પ્રતિમા પણ તેમણે બનાવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
