જમ્મુ-કાશ્મીરમાં વંધ્યત્વનું વધતું પ્રમાણઃ મોડા લગ્ન અને બદલાતી જીવનશૈલી જવાબદાર
ખાનપાનની ખોટી આદતો અને શારીરિક શ્રમનો અભાવ પણ મુખ્ય છે

જમ્મુ-કાશ્મીરમાં યુવાન યુગલોમાં વંધ્યત્વની સમસ્યા ચિતાજનક રીતે વધી રહી છે, જેના મુખ્ય કારણોમાં લગ્ન કરવામાં થતો વિલંબ, ખાનપાનની ખોટી આદતો અને શારીરિક શ્રમનો અભાવ મુખ્ય છે. તબીબી નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે એક સમયે જે સમસ્યા જૂજ જોવા મળતી હતી, તે હવે સામાજિક ચિતાનો વિષય બની ગઈ છે.
ષી રોગ નિષ્ણાતોના મતે મહિલાઓમાં પ્રજનન ક્ષમતા માટે ૧૮ થી ૨૫ વર્ષની ઉંમર સૌથી શ્રેષ્ઠ ગણાય છે. જોકે, ગરીબી, બેરોજગારી, દહેજની માંગ, મોંઘા રિવાજો અને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા જેવા સામાજિક-આર્થિક કારણોસર લગ્નો મોડા થઈ રહ્યા છે, જે વંધ્યત્વનું મુખ્ય કારણ બની રહ્યું છે. આ ઉપરાંત, હોર્મોનલ અસંતુલન અને બદલાતી જીવનશૈલીને કારણે મહિલાઓમાં પ્રજનન સંબંધી રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. ચેપી રોગો અને પ્રજનન સ્વાસ્થ્ય અંગેની જાગૃતિનો અભાવ આ સ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યો છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૯-૨૧ ના આંકડા મુજબ, જમ્મુ-કાશ્મીરમાં પ્રજનન દરમાં ૦.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે સમગ્ર ભારતમાં સૌથી ઓછો છે. ૨૦૧૫-૧૬ ના આંકડાની સરખામણીએ આ ઘટાડો ચિતાજનક છે.
તબીબો સલાહ આપે છે કે ભણેલી-ગણેલી મહિલાઓએ કારકિર્દીના આયોજનની સાથે સાથે પ્રજનન સ્વાસ્થ્ય પ્રત્યે પણ સજાગ રહેવું જોઈએ. વંધ્યત્વની સમસ્યાને અટકાવવા માટે સમાજ અને સરકારી સંસ્થાઓએ સંયુક્ત રીતે જાગૃતિ લાવવાની જરૂર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
