હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુદ્ધભૂમિના નીડર રિપોર્ટર અને પુલિત્ઝર વિજેતા પીટર અર્નેટનું નિધન: ગોળીઓ અને બોમ્બ વચ્ચે દાયકાઓ સુધી કર્યું રિપોર્ટિંગ

વોશિંગ્ટન: વિયેતનામ અને ગલ્ફ વોરના જીવંત કવરેજ માટે જાણીતા પીટર અર્નેટનું ૯૧ વર્ષની વયે અવસાન થયું છે. પત્રકારત્વ જગતે એક સાહસિક યોદ્ધા ગુમાવ્યો.
પત્રકારત્વ ક્ષેત્રનો સર્વોચ્ચ 'પુલિત્ઝર એવોર્ડ' વિજેતા અને વિશ્વના સૌથી નીડર યુદ્ધ સંવાદદાતા તરીકે જાણીતા પીટર અર્નેટનું નિધન થયું છે. તેઓ દાયકાઓ સુધી રણમેદાનમાં ગોળીઓ અને બોમ્બમારા વચ્ચે રહીને જીવના જોખમે રિપોર્ટિંગ કરવા માટે મશહૂર હતા.
પીટર અર્નેટે ૧૯૬૦ના દાયકામાં વિયેતનામ યુદ્ધના કવરેજથી આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી, જેના માટે તેમને ૧૯૬૬માં પુલિત્ઝર પુરસ્કાર મળ્યો હતો. ૧૯૯૧ના ગલ્ફ વોર દરમિયાન બગદાદથી તેમનું લાઈવ રિપોર્ટિંગ પત્રકારત્વના ઇતિહાસમાં માઈલસ્ટોન સમાન ગણાય છે.
સીએનએન અને એપી જેવી પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થાઓ સાથે જોડાયેલા અર્નેટે પત્રકારત્વની નવી પેઢી માટે હિંમત અને સત્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
