હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 18th December 2025
હરિયાણામાં રાજકીય ગરમાવો: સૈની સરકાર સામે કોંગ્રેસનો અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર, આવતીકાલે વિધાનસભામાં ચર્ચા

ચંદીગઢ: વિધાનસભાના શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષ આક્રમક મૂડમાં. નાયબ સિંહ સૈની સરકારની કસોટી થશે.
હરિયાણા વિધાનસભામાં રાજકીય તાપમાન વધી ગયું છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા વર્તમાન સૈની સરકાર વિરુદ્ધ રજૂ કરવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ સ્પીકર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિધાનસભામાં આવતીકાલે આ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. બીજી તરફ, સત્તાધારી ભાજપે દાવો કર્યો છે કે તેમની પાસે પૂરતું સંખ્યાબળ છે અને તેઓ ગૃહમાં બહુમતી સાબિત કરવામાં સફળ રહેશે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
