News of Thursday, 18th December 2025
હવે ટ્રેનમાં પણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા પર મુસાફરોને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે
AC ફર્સ્ટ ક્લાસમાં મુસાફરોને 70 કિલો સુધી સામાન લઈ જવાની છૂટ મળશે, AC 2 ટાયરમાં 50 કિલો અને જનરલ કોચમાં 35 કિલો સુધી સામાન લઈ જઈ શકાશે.

નવી દિલ્હી : હવે પ્લેનની જેમ ટ્રેનમાં પણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા પર મુસાફરોને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. ટ્રેનમાં સામાન લઈ જવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેના વિશે લોકસભામાં ચર્ચા દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. નિયમ મુજબ AC ફર્સ્ટ ક્લાસમાં મુસાફરોને 70 કિલો સુધી સામાન લઈ જવાની છૂટ મળશે, જ્યારે AC 2 ટાયરમાં 50 કિલો અને જનરલ કોચમાં 35 કિલો સુધી સામાન લઈ જઈ શકાશે. જો મુસાફરો આ મર્યાદા કરતાં વધુ સામાન લઈને મુસાફરી કરશે તો તેમને વધારાનો ચાર્જ ભરવો પડશે. આ નિર્ણયથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાનના ભારને નિયંત્રિત કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
