હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 19th December 2025
વિમાની સેવા પૂર્વવત: ઇન્ડિગો એરલાઇન્સે ૨૨૦૦ ફ્લાઇટ્સનું નેટવર્ક પુનઃસ્થાપિત કર્યું: પીટર એલ્બર્સ
સિસ્ટમ્સમાં આવેલી ખામીને કારણે ઉભી થયેલી સમસ્યાઓ બાદ હવે વિમાની સેવા રાબેતા મુજબ થઈ ગઈ

મુંબઈ: દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગોએ પ્રવાસીઓને રાહત આપતા સમાચાર આપ્યા છે. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે એક સંદેશમાં જણાવ્યું છે કે એરલાઇને તેનું ૨૨૦૦ ફ્લાઇટ્સનું નેટવર્ક સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરી દીધું છે.
સિસ્ટમ્સમાં આવેલી ખામીને કારણે ઉભી થયેલી સમસ્યાઓ બાદ હવે વિમાની સેવા રાબેતા મુજબ થઈ ગઈ છે, જેનાથી મુસાફરોને પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
