હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 18th December 2025
ગોવાથી અમદાવાદ આવતી એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી: ઇમર્જન્સી લેન્ડિંગ :અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ જાહેર
બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઈટ તેમજ તમામ લગેજનું સઘન ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરી

ગોવાથી અમદાવાદ આવતી એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા પોલીસ તંત્ર દોડી થયું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઈટ તેમજ તમામ લગેજનું સઘન ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગોવાથી આવતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. ફ્લાઈટ ક્રુ સહિત 140થી વધુ મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
