<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

વાંકાનેરના નિડર ભાજપ - રઘુવંશી અગ્રણી વિનુભાઈ કટારીયાનું હૃદયરોગના હુમલાથી નિધન: ઘેરા ચોકની લાગણી"

આજે ગુરુવારે રાત્રે વાંકાનેરથી રાજકોટ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ હૃદયરોગનો ગંભીર હુમલો આવતા તેમનું નિધન થયું

રાજકોટ: સૌરાષ્ટ્રના રાજકારણનો એક સાહસિક ચહેરો અને ભાજપના પીઢ નેતા શ્રી વિનુભાઈ કટારીયા હવે આપણી વચ્ચે નથી રહ્યા. આજે ગુરુવારે રાત્રે વાંકાનેરથી રાજકોટ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ હૃદયરોગનો ગંભીર હુમલો આવતા તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

 

જીવનના સંઘર્ષ અને સાહસની વિગતો:

 

 * ઐતિહાસિક પ્લેન હાઈજેકનો પ્રયાસ:

 

૧૯૯૦માં જ્યારે સોમનાથથી અયોધ્યાની રથયાત્રા દરમિયાન લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેના વિરોધમાં વિનુભાઈએ સાધુના વેશમાં વિમાન હાઈજેક કરવાનો પ્રયાસ કરી વિશ્વભરમાં ચર્ચા જગાવી હતી.

 

 * સંગઠન સાથે નાતો: બાલ્યાવસ્થાથી જ સંઘના સ્વયંસેવક રહેલા વિનુભાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પણ અત્યંત નિકટના સંબંધો ધરાવતા હતા.

 

* સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ રસિકભાઈ અનડકટ સાથે ખભે ખભો મિલાવી તેમણે રઘુવંશી સમાજ અને ભાજપ માટે અનન્ય સેવાઓ આપી હતી.

 

 * વર્તમાન સેવા: હાલમાં તેઓ બામણબોર પાસે નિર્માણ પામી રહેલા ભવ્ય 'રામ ધામ'ના પૂર્ણ સમયના ઇન્ચાર્જ તરીકે સેવા આપી રહ્યા હતા.

 

વિનુભાઈના અવસાનથી રઘુવંશી સમાજ અને ભાજપ પરિવારમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

 

(10:36 PM IST)