<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

શેરબજારમાં ગેરરીતિ અટકાવવા કડક નિયમો: સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ લાવવા કેન્દ્ર સરકાર સજ્જ

આ નવો કાયદો હાલમાં અમલમાં રહેલા ત્રણ અલગ અલગ કાયદાઓનું સ્થાન લેશે અને શેરબજારના નિયમનને વધુ સુદ્રઢ બનાવશે

મુંબઈ: કેન્દ્ર સરકાર શેરબજારના નિયમનમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં સંસદમાં 'સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ' રજૂ કરશે. આ નવો કાયદો હાલમાં અમલમાં રહેલા ત્રણ અલગ અલગ કાયદાઓનું સ્થાન લેશે અને શેરબજારના નિયમનને વધુ સુદ્રઢ બનાવશે. આ ઉપરાંત, બજારમાં થતી ગેરરીતિઓ અને છેતરપિંડી રોકવા માટે 'માર્કેટ્સ અબ્યુઝ'ને હવે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ આવરી લેવામાં આવશે, જેથી આર્થિક ગુનાઓ આચરનારા સામે કડક કાર્યવાહી થઈ શકશે.

(11:42 PM IST)