<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

વીમા ગ્રાહકોને રાહત: ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં ૧૬૦૦ સિરીઝના નંબર અપનાવવા ટ્રાઈનો આદેશ

ગ્રાહકોને સર્વિસ અને ટ્રાન્ઝેક્શનલ કોલ કરવા માટે અલગ નંબર સિરીઝ અપનાવવી પડશે.

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) એ ગ્રાહકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રાઈએ વીમા ક્ષેત્રની નિયમનકારી સંસ્થા આઈઆરડીએઆઈ (ઈરડા) હેઠળ આવતી તમામ કંપનીઓને આદેશ આપ્યો છે કે તેમણે ગ્રાહકોને સર્વિસ અને ટ્રાન્ઝેક્શનલ કોલ કરવા માટે અલગ નંબર સિરીઝ અપનાવવી પડશે. 
આ માટે તમામ કંપનીઓએ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં '૧૬૦૦' થી શરૂ થતી નંબર સિરીઝનો ઉપયોગ ફરજિયાતપણે શરૂ કરવો પડશે, જેથી ગ્રાહકો સત્તાવાર કોલને સરળતાથી ઓળખી શકે અને સ્પામ કોલથી બચી શકે.

(12:04 AM IST)