હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવા વર્ષે મોટી ગિફટ, ઘટી શકે રાંધણ ગેસના બાટલાના ભાવ
નવા વર્ષની શરૂઆત સાથે દેશમાં ઘણા ચેન્જ જોવા મળશે

નવી દિલ્હી તા.૧૯: ૧ જાન્યુઆરીએ નવું વર્ષ ૨૦૨૬થી શરૂઆત થવાની છે. દર મહિનાની ૧લી તારીખે ઘણા નાણાકીય નિયમો અને ભાવમાં સુધારો કરવામાં આવે છે, ત્યારે નવા વર્ષે સરકાર તમને ગિફટ આપી શકે છે. જેમાં તેલ અને ગેસના ભાવનો સમાવેશ થાય છે. ૧લી ડિસેમ્બરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ ઘરેલુ ગેસના ભાવ યથાવત રહ્યા. આ વખતે એવી અપેક્ષા છે કે સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
પેટ્રોલિયમ રેગુલેટરએ ખર્ચ ઘટાડવા માટે પાઇપલાઇન ટેરિફ સ્ટ્રક્ચરને મંજૂરી આપી છે. રિપોર્ટસ અનુસાર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ (PNGRB) એ એકીકૃત ટેરિફ ફ્રેમવર્ક બનાવ્યું છે, જે લોકેશન અને રાજ્યના કરના આધારે સીએનજી અને ઘરેલુ પીએનજી ગ્રાહકો માટે પ્રતિ યુનિટ ૨-૩ રૂપિયાનો ઘટાડો કરશે.એટલે કે પરિવહન માટે સીએનજી અને ઘરે રસોઈ બનાવવા માટે પાઇપ દ્વારા કુદરતી ગેસનો ઉપયોગ કરતા ગ્રાહકોને ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ઓછું ફયૂલ બિલ જોવા મળશે.
એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ આ ફેરફાર અંગે બતાવતા PNGRB ના સભ્ય એ.કે. તિવારીએ જણાવ્યું હતું કે નિયમનકારે ઝોનની સંખ્યા ત્રણથી ઘટાડીને બે કરીને હાલની અંતર-આધારિત પાઇપલાઇન ટેરિફ સિસ્ટમને સરળ બનાવી છે, જેનો ગ્રાહકોને ફાયદો થશે. સીએનજી અને ઘરેલુ પીએનજી ગ્રાહકો માટે પ્રથમ ઝોન સમગ્ર ભારતમાં લાગુ થશે.
૨૦૨૩માં સૂચિત કરાયેલી અગાઉની ટેરિફ સિસ્ટમ હેઠળ પાઇપલાઇન ચાર્જ ત્રણ અંતર સ્લેબમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. ૨૦૦ કિમી સુધી માટે ૪૨ રૂપિયા, ૩૦૦ થી ૧,૨૦૦ કિમી માટે ૮૦ રૂપિયા અને ૧,૨૦૦ કિમીથી વધુ અંતર માટે ૧૦૭ રૂપિયા. હવે જે બદલાવ થયા છે તેમા ૫૪ રૂપિયાનો સિગલ ઝોન ૧ ટેરિફ નક્કી કરાયો છે. જે ઘણા શહેરના ગેસ નેટવર્ક પર અગાઉ લાગુ પડતા ૮૦ રૂપિયા અને ૧૦૭ રૂપિયાના ઊંચા સ્લેબની જગ્યા લેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
