<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ઉદયપુરની સંપત્તિઓ મામલે રાજ પરિવારના ભાઈ-બહેનમાં વિવાદ

સુપ્રીમ કોર્ટ પહોંચ્‍યો કેસઃ વધુ સુનાવણી જાન્‍યુઆરી ૨૦૨૬માં થશે

ઉદયપૂર તા.૧૯: મેવાડના શાહી પરિવારની અંદર સંપત્તિની વહેચણીનો ડખો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્‍યો છે. આ મામલો મહારાજા અરવિદ સિહ મેવાડના વસિયતનામાને પડકાર ફેંકે છે. સુપ્રીમ કોર્ટે તમામ કેસોને દિલ્‍હી હાઇકોર્ટમાં ટ્રાન્‍સફર કરવાનો આદેશ કર્યો છે. સાથે એ પણ કહ્યું છે કે બંને પક્ષો વચ્‍ચે અન્‍ય ઘણા કેસ હજુ ચાલી રહ્યા છે તો તે પણ દિલ્‍હી હાઇકોર્ટમાં ટ્રાન્‍સફર કરવા માટે અરજી થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે બોમ્‍બે હાઇકોર્ટ અને રાજસ્‍થાન હાઇકોર્ટને નિર્દેશ આપ્‍યો છે કે તે તમામ સંબંધિત કેસ અને દસ્‍તાવેજ દિલ્‍હી હાઇકોર્ટને મોકલે, દિલ્‍હી હાઇકોર્ટમાં આ તમામ મામલાઓની સુનાવણી જાન્‍યુઆરી ૨૦૨૬માં થશે. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટના ધ્‍યાને એ પણ મૂક્‍યું હતું કે એક અરજી વહીવટદારની નિમણૂકને લઈને પણ છે. કેમ કે આ વિવાદમાં મોટી માત્રામાં ઘરેણાં અને અન્‍ય કિમતી જંગમ સંપત્તિઓ પણ છે.

૧૯૩૦થી ૧૯૫૫ સુધી મેવાડ રજવાડા પર મહારાણા ભૂપાલસિંહે રાજ કર્યું, તેમણે કોઈ સંતાન ન હતું જેથી તેમણે ભગવતસિંહ મેવાડને દત્તક લીધા હતા. તેમણે જીવનના અંતિમ સમયમાં એપ્રિલ ૧૯૫૫માં એકલિગજી ટ્રસ્‍ટની સ્‍થાપના કરી હતી.

ભગવતસિંહ મેવાડને ત્રણ સંતાનો હતો, જેમાં બે પુત્ર મહેન્‍દ્રસિહ અને અરવિદસિહ તેમજ એક પુત્રી યોગેશ્વરી કુમારી હતી. મેવાડ પરિવારમાં સંપત્તિ વિવાદની શરુઆત ત્‍યારે થઈ જ્‍યારે ભગવતસિહ મેવાડે પારિવારિક સંપત્તિઓને વેચવા અને ભાડે (લીઝ) પર આપવાનો નિર્ણય લીધો. તેમનું આ વલણ મોટા પુત્ર મહેન્‍દ્રસિંહને ન ગમ્‍યું અને પિતાના નિર્ણયને કોર્ટમાં પડકારી દીધો. પુત્રની હરકતથી ભગવતસિહ મેવાડ ખૂબ જ નારાજ થઈ ગયા હતા. ગુસ્‍સામાં તેમણે વસિયતનામું અને સંપત્તિથી જોડાયેલી દરેક જવાબદારી નાના પુત્ર અરવિદસિંહ મેવાડને સોંપી દીધી. જે બાદ મહેન્‍દ્રસિંહને મેવાડા ટ્રસ્‍ટમાંથી લગભગ બરતરફ કરી દેવાયા. ૩ નવેમ્‍બર ૧૯૮૪ના રોજ ભગવંતસિંહ મેવાડનું નિધન થયું જે બાદ સંપત્તિનો વિવાદ વધુ વકર્યો.

અંદાજિત ૩૭ વર્ષો સુધી કાયદાકીય યુદ્ધ ચાલ્‍યું જે બાદ ૨૦૨૦માં ઉદયપુર જિલ્‍લા કોર્ટએ ચુકાદો આપ્‍યો. કોર્ટે વિવાદિત સંપત્તિને ચાર ભાગમાં વહેચવાનો આદેશ કર્યો જેમાં એક હિસ્‍સો ભગવતસિંહ મેવાડના નામે તો બાકીના ત્રણ હિસ્‍સા ત્રણેય સંતાનો વચ્‍ચે વહેંચી દીધા. કોર્ટના આ નિર્ણયથી અરવિદસિંહ મેવાડના કબજામાં વધારે સંપત્તિ આવી, જ્‍યારે મહેન્‍દ્રસિંહ અને તેમની બહેન યોગેશ્વરી કુમારીના ભાગે ઓછી મિલકત આવી. જિલ્‍લા કોર્ટે શંભુ નિવાસ પેલેસ, બડી પાલ અને ઘાસ ઘર જેવી મિલકત સાથે જોડાયેલી આર્થિક ગતિવિધિ પર તાત્‍કાલિક પ્રભાવથી પ્રતિબંધ મૂકી દીધો.

આ વર્ષ જ ૧૬ માર્ચ ૨૦૨૫ના રોજ અરવિદસિંહ મેવાડનું નિધન થઈ ગયું. તેમના પણ ત્રણ સંતાન છે. એક પુત્ર લક્ષ્યરાજસિંહ મેવાડ અને બે દીકરીઓ ભાર્ગવી કુમારી મેવાડ અને પદ્મજા કુમારી મેવાડ, લક્ષ્યરાજસિંહ મેવાડ હાલ પરિવારના ઉત્તરાધિકારી છે અને ણ્‍ય્‍ણ્‍ ગ્રૂપ ઓફ હોટલ્‍સના માલિક પણ છે. બહેન પદ્મજા સાથે તેમનો સંપત્તિ વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે.

(9:59 AM IST)