<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

વાંકાનેરના નિડર ભાજપ-રઘુવંશી અગ્રણી વિનુભાઈ કટારીયાનું હૃદયરોગના હુમલાથી નિધનઃઘેરા શોકની લાગણી

જીતુભાઇ સોમાણી સહિતના હોસ્‍પિટલે દોડી ગયાઃ કાલે બન્ને દિકરીઓ કેનેડાથી આવ્‍યા બાદ અંતિમ વિદાય

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૯ :..સૌરાષ્‍ટ્રના રાજકારણનો એક સાહસિક ચહેરો અને ભાજપના પીઢ નેતા શ્રી વિનુભાઈ કટારીયા હવે આપણી વચ્‍ચે નથી રહ્યા. ગઇકાલે ગુરુવારે રાત્રે વાંકાનેરથી રાજકોટ હોસ્‍પિટલ લઈ જતી વખતે રસ્‍તામાં જ હૃદયરોગનો ગંભીર હુમલો આવતા તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

વાંકાનેર લોહાણા સમાજના અગ્રણી અને નિમાર્ણધીન શ્રીરામધામના પાયાના પથ્‍થર સમા શ્રી રામધામના મોભી કહી શકાય તેવા વિનુભાઇ કટારીયાને ગઇકાલે સાંજના સમયે હાર્ટએટેક આવતા પ્રથમ વાંકાનેરની પ્રાઇવેટ હોસ્‍પીટલમાં સારવાર લીધા બાદ ડોકટરના જણાવ્‍યા પ્રમાણે વધુ સારવાર અર્થે રાજકોટ શિનર્જી હોસ્‍પીટલ ખાતે રવાના થયા હતાં.

જે કુવાડવા નજીક પહોંચતા જ વિનુભાઇએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્‍યાં કુવાડવા સ્‍થીત ગિરીરાજ હોસ્‍પીટલ ખાતે લઇ જવાતા ફરજ પર ડોકટરે તેમને  મૃત જાહેર કરેલ હતાં.

આ વાત વાયુવેગે શહેરમાં પ્રસરતા અડધો અડધ લોહાણા સમાજના આગેવાનો મીત્ર વર્તુળ વ્‍યાપારી અગ્રણીઓ કુવાડવા ખાતે પહોંચ્‍યા હતાં.

લોહાણા સમાજના સર્વેસર્વા અને ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી તથા તેમની  ટીમના અનેક સભ્‍યો પણ કુવાડવા ખાતે દોડી આવેલ હતાં. અને તમામ વિધીવત કાર્યવાહી કરી સ્‍વ. વિનુભાઇના પાર્થિવદેહ વાંકાનેર ખાતે સરકારી હોસ્‍પીટલ   કોલ્‍ડ રૂમ ખાતે પહોંચાડવાની વ્‍યવસ્‍થા તાબડતોબ કરાઇ હતી.

જયારે સ્‍વ. વિનુભાઇ કટારીયાની બન્ને પુત્રી કેનેડા સ્‍થાઇ હોવાથી તેની બન્ને પુત્રી ખુશ્‍બુબેન તથા ખ્‍યાતિબેન વાંકાનેર આવવા હવાઇ માર્ગે રવાના થઇ ગયેલ છે. જે આવતીકાલે શનિવારે વાંકાનેર આવ્‍યા બાદ અંતિમ યાત્રાનો સમય નકકી કરવામાં આવશે.

સ્‍વ. વિનુભાઇની અણધારી વિદાયથી અનેક સંસ્‍થાઓને મોટી ખોટ વર્તાશે જેમ કે શ્રી રામધામ ટ્રસ્‍ટ-જાલીડા, વાંકાનેર લોહાણા મહાજન લોહાણા યુવક મંડળ, શ્રી સદ્‌્‌ગુરૂ આનંદ આશ્રમમાં તો તેઓ પ્રમુખ તરીકે સેવા આપતા આ ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ પોતે આગવુ સ્‍થાન ધરાવતા હતાં.

સ્‍વ. વિનુભાઇની ઓચીંતી વિદાયથી વાંકાનેર લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગયેલ છે. આ વિનુભાઇના સમાચાર સાંભળી રઘુવંશી સાજ ઉપરાંત રામધામ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ તથા અન્‍ય સમાજમાં સ્‍વબ્‍ધ થઇ ગયો છે. (પ-૧૩)

જીવનના સંઘર્ષ અને સાહસની વિગતોઃ ઐતિહાસિક પ્‍લેન હાઈજેકનો પ્રયાસ

૧૯૯૦માં જ્‍યારે સોમનાથથી અયોધ્‍યાની રથયાત્રા દરમિયાન લાલકળષ્‍ણ અડવાણીની ધરપકડ કરવામાં આવી હતી, ત્‍યારે તેના વિરોધમાં વિનુભાઈએ સાધુના વેશમાં વિમાન હાઈજેક કરવાનો પ્રયાસ કરી વિશ્વભરમાં ચર્ચા જગાવી હતી.

* સંગઠન સાથે નાતોઃ બાલ્‍યાવસ્‍થાથી જ સંઘના સ્‍વયંસેવક રહેલા વિનુભાઈ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથે પણ અત્‍યંત નિકટના સંબંધો ધરાવતા હતા.

* સૌરાષ્‍ટ્ર ભાજપના દિગ્‍ગજ નેતા સ્‍વર્ગસ્‍થ રસિકભાઈ અનડકટ સાથે ખભે ખભે મિલાવી તેમણે રઘુવંશી સમાજ અને ભાજપ માટે અનન્‍ય સેવાઓ આપી હતી.

ર્*ં વર્તમાન સેવાઃ હાલમાં તેઓ બામણબોર પાસે નિર્માણ પામી રહેલા ભવ્‍ય ‘શ્નીરામધામ'ના પૂર્ણ સમયના ઇન્‍ચાર્જ તરીકે સેવા આપી રહ્યા હતા.

વિનુભાઈના અવસાનથી રઘુવંશી સમાજ અને ભાજપ પરિવારમાં કયારેય ન પુરાય તેવી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્‍માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

(11:28 AM IST)