હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકામાં 'ગ્રીન કાર્ડ લોટરી' પર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો પ્રહાર : બ્રાઉન યુનિવર્સિટી અને MIT ફાયરિંગના આરોપીએ આ સ્કીમથી એન્ટ્રી લીધી હોવાનું ખૂલતા કાર્યક્રમ સસ્પેન્ડ!
પોર્ટુગીઝ શૂટરે ૨ વિદ્યાર્થી અને ૧ પ્રોફેસરની હત્યા કરી ૯ ને ઘાયલ કર્યા બાદ ટ્રમ્પ સરકાર એક્શનમાં : હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે તાત્કાલિક અસરથી ડાયવર્સિટી વિઝા પ્રોગ્રામ રોકવાની કરી જાહેરાત : વર્ષ ૨૦૧૭માં લોટરી દ્વારા આરોપી અમેરિકા આવ્યો હતો

વોશિંગ્ટન, તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૨૫ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાનો બ્રાઉન યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) માં થયેલા ગોળીબારની ઘટના બાદ મોટો નિર્ણય લેતા 'ગ્રીન કાર્ડ લોટરી' (ડાયવર્સિટી વિઝા પ્રોગ્રામ) ને સસ્પેન્ડ કરી દીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલાનો મુખ્ય આરોપી આ જ કાર્યક્રમ હેઠળ અમેરિકામાં પ્રવેશ્યો હતો, જેને પગલે રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર આ પગલું લેવામાં આવ્યું છે.
હુમલાખોર અને ઘટનાની વિગત:
આ હિંસક ઘટનામાં હુમલાખોરની ઓળખ ૪૮ વર્ષીય પોર્ટુગીઝ નાગરિક ક્લાઉડિયો નેવેસ વેલેન્ટ તરીકે થઈ છે. તેણે બ્રાઉન યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ અને MIT ના એક પ્રોફેસરની ઘાતકી હત્યા કરી હતી, જ્યારે અન્ય ૯ લોકોને ઈજા પહોંચાડી હતી. ગુરુવારે સાંજે સત્તાવાળાઓએ અહેવાલ આપ્યો હતો કે હુમલાખોરે પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. મેસેચ્યુસેટ્સના યુએસ એટર્ની લીહ બી. ફોલીના જણાવ્યા અનુસાર, વેલેન્ટે વર્ષ ૨૦૧૭માં આ લોટરી સિસ્ટમ દ્વારા કાયદેસરનું કાયમી નિવાસ (ગ્રીન કાર્ડ) મેળવ્યું હતું.
તાત્કાલિક અસરથી અમલ:
અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્દેશ મુજબ યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) ને લોટરી પ્રોગ્રામ તાત્કાલિક સ્થગિત કરવા સૂચના આપવામાં આવી છે. નોએમે જણાવ્યું હતું કે, "આ ઘૃણાસ્પદ વ્યક્તિને આપણા દેશમાં ક્યારેય પ્રવેશવા દેવો જોઈતો નહોતો."
ગ્રીન કાર્ડ લોટરી શું છે?
અમેરિકાની કોંગ્રેસ દ્વારા સ્થાપિત ડાયવર્સિટી વિઝા પ્રોગ્રામ હેઠળ દર વર્ષે વિશ્વના એવા દેશોના ૫૦,૦૦૦ લોકોને લોટરી સિસ્ટમથી ગ્રીન કાર્ડ આપવામાં આવે છે જેમના લોકોની અમેરિકામાં સંખ્યા ઓછી હોય. ખાસ કરીને આફ્રિકન દેશોના અરજદારોને આનો મોટો લાભ મળતો હોય છે. વર્ષ ૨૦૨૫ ની લોટરી માટે લગભગ ૨ કરોડ લોકોએ અરજી કરી હતી, જેમાંથી ૧.૩૧ લાખ લોકોની પસંદગી કરવામાં આવી હતી. નોંધનીય છે કે તેમાંથી માત્ર ૩૮ સ્લોટ પોર્ટુગીઝ નાગરિકોએ જીત્યા હતા.
ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિ:
ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી આ લોટરી પ્રોગ્રામના ટીકાકાર રહ્યા છે. આ અગાઉ નવેમ્બરમાં એક અફઘાન નાગરિક દ્વારા નેશનલ ગાર્ડના સભ્યો પર કરાયેલા હુમલા બાદ પણ ટ્રમ્પે અફઘાનિસ્તાન અને અન્ય દેશો પર કડક ઇમિગ્રેશન પ્રતિબંધો લાદ્યા હતા. હાલમાં ટ્રમ્પ વહીવટીતંત્ર કાયદેસર અને ગેરકાયદેસર એમ બંને પ્રકારના ઇમિગ્રેશન પર કાપ મૂકવાની દિશામાં આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં, અમેરિકાની ધરતી પર જન્મેલા બાળકોને મળતી જન્મસિદ્ધ નાગરિકતા (Birthright Citizenship) ના બંધારણીય અધિકારને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જેની સુનાવણી માટે કોર્ટ સંમત થઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
