<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

સનડ્રેક્‍સ ઓઇલ કંપની એસએમઈ આઈપીઓ ૨૨મી ડિસેમ્‍બરથી ખૂલશે

રાજકોટ, તા.૧૯: સનડ્રેક્‍સ ઓઇલ કંપની લિમિટેડ એ હાઇ પફોર્મન્‍સ ઇન્‍ડસ્‍ટ્રિયલ અને ઓટોમોટિવ લ્‍યુબ્રિકન્‍ટ્‍સ, ગ્રીસીસનું ઉત્‍પાદક અને વ્‍હોલસેલર છે, ઉપરાંત ભારત તથા નજીકના દેશોના ઉદ્યોગને ખાસ પ્રોડક્‍ટ્‍સ પૂરા પાડે છે. આ કંપની ૩૭,૫૦,૪૦૦ નવા શેર ઇશ્‍યુ દ્વારા રૂ.૩૨.૨૫ કરોડનો વધારો કરવા માટે ઇનિશિયલ પબ્‍લિક ઓફરિંગ (આઇપીઓ) લાવી રહી છે.

તેના એસએમઈ ઇનિશિયલ પબ્‍લિક ઓફરિંગ (આઇપીઓ) માટે, સનડ્રેક્‍સ ઓઇલ કંપનીએ પ્રતિ શેર રૂ. ૮૧થી લઈને રૂ.૮૬નો પ્રાઈઝ બેન્‍ડ નક્કી કર્યો છે. કંપનીના શેર સબસ્‍ક્રિપ્‍શન માટે ૨૨મી ડિસેમ્‍બર, ૨૦૨૫ના રોજ ખુલશે અને ૨૪મી ડિસેમ્‍બર, ૨૦૨૫ના રોજ બંધ થશે. તેનું લિસ્‍ટિંગ એનએસઈ ઇમર્જ પર થશે અને  મંગળવાર, ૩૦મી ડિસેમ્‍બર, ૨૦૨૫ તેની અંદાજિત લિસ્‍ટિંગ તારીખ છે. એફિનિટી ગ્‍લોબલ કેપિટલ માર્કેટ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્‍યૂના બુક રનિંગ લીડ મેનેજર છે અને કેમિયો કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ આ ઇશ્‍યૂના રજિસ્‍ટ્રાર છે.

(2:16 PM IST)