હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 19th December 2025
ભવિષ્યમાં ગરીબી જ નહીં રહે, કોઈએ પૈસા બચાવવાની જરૂર નથી
૬૦૦ બિલ્યન ડોલરના માલિક ઈલોન મસ્કનો આશ્ચર્યજનક દાવો

વોશીંગ્ટન, તા.૧૯: ટેસ્લાના માલિક ઈલૉન મસ્કે ગુરુવારે એવી કમેન્ટ કરી હતી કે ભવિષ્યમાં યુનિવર્સલ હાઈ ઇન્કમનો જમાનો હશે અને કોઈએ સેવિંગ્સ કરવાની જરૂર નહીં હોય. તેમણે આ કમેન્ટ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટનો જવાબ આપતી વખતે કરી હતી.
જોકે સોશ્યલ મીડિયા પર ઈલૉન મસ્કની આ કમેન્ટની ઘણી ટીકા પણ થઈ હતી અને લોકોએ તેમના વાણી અને વર્તનમાં રહેલો વિરોધભાસ દેખાડીને સવાલ કર્યો હતો કે તમે પોતે ૬૦૦ બિલ્યન ડૉલરની નેટવર્થ ભેગી કરીને બેઠા છો અને લોકોને કહો છો કે પૈસાની બચત કરવાની જરૂર નહીં રહે? આ અગાઉ પણ ઈલૉન મસ્ક એવો દાવો કરી ચૂકયા છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના ડેવલપમેન્ટથી ભવિષ્યમાં ગરીબી દૂર થઈ જશે અને એક એવો સમય આવશે જ્યારે પૈસા નકામા થઈ જશે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
