<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

રાજસ્‍થાનના રપ શહેરોમાં તાપમાન સીંગલ ડીજીટમાં

મધ્‍યપ્રદેશ-રાજસ્‍થાન-હરિયાણા-યુપીમાં મધ્‍યમથી તીવ્ર ઠંડીની ચેતવણી : યુપીમાં આજે ગાઢ ધુમ્‍મસની આગાહીઃ દિલ્‍હીમાં પણ મધ્‍યમ ધુમ્‍મસની સંભાવના

નવી દીલ્‍હી, તા. ૧૯: દેશના ઘણા રાજ્‍યોમાં તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્‍યું છે અને રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. જયારે મધ્‍યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્‍દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્‍યપ્રદેશના રાજગઢમાં ૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્‍યું છે અને પેંડરામાં તાપમાન ૯ ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

આજે ૧૯ ડિસેમ્‍બર થી ૨૦ ડિસેમ્‍બર દરમિયાન દિલ્‍હી અને આસપાસના વિસ્‍તારોમાં હળવાથી મધ્‍યમ ધુમ્‍મસની સંભાવના છે. મહત્તમ તાપમાન ૨૨-૨૫ ડિગ્રી સેલ્‍સિયસ અને લઘુત્તમ તાપમાન ૮-૧૦ ડિગ્રી સેલ્‍સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

રાજસ્‍થાનના ૨૫ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્‍સિયસથી નીચે નોંધાયું હતું. સૌથી ઓછું તાપમાન ફતેહપુરમાં ૪.૩ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું, જ્‍યારે બીજા ક્રમે નાગૌર શહેર રહ્યું હતું. નાગૌરનું લઘુત્તમ તાપમાન ૪.૪ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. બીકાનેરના લૂણકરણસર શહેરનું તાપમાન પણ ૫ ડિગ્રી સેલ્‍સિયસથી ઓછું, એટલે કે ૪.૯ ડિગ્રી સેલ્‍સિયસ રહ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં આજે ગાઢ ધુમ્‍મસની અપેક્ષા છે અને ઘણા જિલ્લાઓમાં ઠંડા દિવસની ચેતવણી જારી કરવામાં આવી છે. ૨૦ અને ૨૧ ડિસેમ્‍બરે રાજ્‍યમાં ગાઢ ધુમ્‍મસ સાથે સ્‍વચ્‍છ હવામાન રહેવાની ધારણા છે. દિલ્‍હીમાં આજે ૧૯ હળવાથી મધ્‍યમ ધુમ્‍મસની સંભાવના છે. મહત્તમ તાપમાન ૨૨-૨૫ ડિગ્રી સેલ્‍સિયસ અને લઘુત્તમ તાપમાન ૮-૧૦ ડિગ્રી સેલ્‍સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

(2:44 PM IST)