હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભગવાન રામ મુસ્લિમ હતા તૃણમુલ MLAનો બફાટ
પ.બંગાળમાં જેમ જેમ ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ વિવાદોના બોંબ ફુટી રહયા છે : તૃણમુલ ધારાસભ્યના બફાટ સામે ભાજપ લાલઘુમ : હિન્દુઓની આસ્થા ઉપર પ્રહાર તરીકે ગણાવ્યું

કોલકાતા, તા.૧૯: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને ટીએમસી વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. આ દરમિયાન, ભાજપે એક વીડિયો પોસ્ટ કર્યો અને ટીએમસી ધારાસભ્ય મદન મિત્રા પર ગંભીર આરોપો લગાવ્યા. ભાજપના રાષ્ટ્રીય પ્રદીપ ભંડારીએ એક વીડિયો શેર કર્યો જેમાં મિત્રા કહેતા સાંભળવા મળ્યા કે રામ હિન્દુ નહીં પણ મુસ્લિમ હતા. બીજી તરફ, ટીએમસી ધારાસભ્યએ તેને જૂનો અને સંપાદિત વીડિયો ગણાવ્યો.
વાસ્તવમાં, ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ તેમના જૂના એકાઉન્ટ પર ૩૫ સેકન્ડની ક્લિપ શેર કરી અને કહ્યું કે મદન મિત્રાએ જાહેર કર્યું હતું કે ‘રામ હિન્દુ નહીં પણ મુસ્લિમ હતા.' પ્રદીપ ભંડારીએ ટીએમસી પર હિન્દુઓની શ્રદ્ધાનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો.
પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તળણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી મદન મિત્રા દ્વારા ભગવાન રામને લઈને આપેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજકીય વિવાદ ઊભો થયો છે. સોશિયલ મિડિયા પર તેમના ભાષણની એક ક્લિપ વાયરલ થઈ છે, જેમાં TMC ધારાસભ્ય દાવો કરતા જોવા મળે છે કે ભગવાન રામ મુસ્લિમ હતા. તેમના આ નિવેદનને લઈને ભાજપ ભડકયો છે.
બંગાળ ભાજપે તેના X હેન્ડલ પર ગુરુવારે ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના કમરહાટીથી ધારાસભ્ય મદન મિત્રાના ભાષણનો એક વિડિયો શેર કર્યો છે અને તેને હિંદુ ભાવનાઓનું અપમાન ગણાવ્યું છે. શેર કરાયેલા વિડિયોમાં મદન મિત્રાને એક જાહેર સભામાં ભગવાન રામ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા સાંભળવામાં આવે છે. જોકે આ વિડિયોની સત્યતા ચકાસવામાં આવી નથી.
રાજ્ય ભાજપે X પર વિડિયો શેર કરતાં લખ્યું હતું કે આ અમારી સંસ્કળતિ અને ઇતિહાસનું સતત અપમાન છે. આ ગેરકાયદે બાંગ્લાદેશીઓ માટે સ્પષ્ટ સંદેશ છે કે TMC સૌથી ‘હિંદુ વિરોધી' પાર્ટી છે અને તેથી જ તેમના વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપે TMCને મદન મિત્રા સામે કાર્યવાહી કરવાની ચેલેન્જ પણ આપી છે.
TMCએ ધારાસભ્યના નિવેદનથી અંતર રાખ્યું : બીજી તરફ, સત્તારૂઢ TMCએ પોતાના ધારાસભ્યની આ કથિત ટિપ્પણીથી પોતાને અલગ કરી લીધી છે. TMC પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે અમે બધા ‘રામાયણ' અને અયોધ્યા વિશે જાણીએ છીએ અને મદન મિત્રા જે કહી રહ્યા છે, તેના પર અમે કોઈ ટિપ્પણી કરવા માગતા નથી.
ધારાસભ્યના નજીકના લોકોનો વિડિયો ખોટો હોવાનો દાવો : આ મામલે મદન મિત્રાએ હજી સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નથી. જોકે, તેમના નજીકનાં સૂત્રોએ દાવો કર્યો છે કે વિડિયો ખોટો, બનાવટી અને AI દ્વારા જનરેટ કરાયેલો છે. ઉલ્લેખનીય છે કે મદન મિત્રા અગાઉ પણ પોતાનાં નિવેદનોને કારણે વિવાદમાં ફસાયા છે.(૨૩.૨૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
