હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ૬૦ ટકા મતદાન : બપોર ત્રણ વાગે મતગણતરી શરૂ : મોડી સાંજે પરિણામ જાહેર થશે : પરિણામ પ્રત્યે ભારે ઉતેજના
રાજકોટ સહિત ગુજરાતના ર૭૮ સ્થળોએ કોર્ટ સંકુલોમાં મતદાન યોજાયુ : શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્નઃ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલે દરેક ઉમેદવારોને શુભેચ્છા પાઠવી : રાજકોટમાં આર.બી.એ. પેનલ અને સમરસ પેનલ વચ્ચે મરણીયો જંગ : ભાજપ જુથના જ વકીલોની પેનલો વચ્ચે રસાકસી સર્જાઇ : સમરસ પેનલ માટે ભાજપ લીગલ સેલની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી : સવારના ૯ વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ બપોરના ત્રણ સુધીમાં ૬૦ ટકા આસપાસ મતદાન નોંધાયું : બપોરે મતગણતરી ચાલુ કરાઇ : રાત્રીના ૧ર વાગ્યા આસપાસ પરિણામ જાહેર થશે : રાજકોટ બાર એસોની ચૂંટણીના પરિણામે ઉતેજના જગાવી

રાજકોટઃ આજે યોજાયેલ બાર એસો.ની ચુંટણીમાં બંને પેનલના હરીફ ઉમેદવારો સુરેશભાઇ ફળદુ અને સુમીત વોરાએ સાથે મતદાન કર્યુ હતું. બાજુની તસ્વીરમાં સમરસ પેનલના હોદેદારો અને કારોબારી સભ્યો તેમજ અન્ય વકીલો દર્શાય છે. આજે યોજાયેલ ચુંટણીમાં જે વકીલોએ મતદાન કરેલ છે. તેમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના સહ અધ્યક્ષ દિલીપભાઇ પટેલ, બિમલ જાની, સિધ્ધરાજસિંહ જાડેજા, નિરવ પંડયા, પુર્વ મેયર પ્રદીપ ડવ, જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા, પી.સી.વ્યાસ, મેહુલ મહેતા, કેતન મંડ, ભાવેશ પટેલ, આસીત સોનપાલ, કૈલાસ જાની, દિવ્ય વ્યાસ, ચેતન પંજવાણી, ધીમંત ભટ્ટ, સ્તવન મહેતા, નિલેશ પટેલ, પ્રફુલભાઇ ચંદારાણા, રણજીત મકવાણા, યશ ચોલેરા, અશ્વીન રામાણી, સંજય ડાંગર, પંકજ દોંગા, અનિલ દેસાઇ, બકુલ રાજાણી, શાંતનુ સોનપાલ, કમલેશ શાહ, અર્જુન પટેલ, શ્યામલ સોનપાલ, પિયુષ શાહ, મનિષ ખખ્ખર, નરેન્દ્રસિંહ જાડેજા, પરેશ મારૂ, અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાઘેલા, રાજભા ઝાલા, નયન વ્યાસ, ડો.અનિલ દશાણી, જયેશ બોઘરા, અંશ ભારદ્વાજ, રક્ષિત કલોલા, તુષાર ગોકાણી, સંદીપ વેકરીયા, મયુર વાંક, હેમલ ગોહીલ, ભરતસિંહ જાડેજા, રઘુરાજ ખુમાણ, હિમાંશુ પજવાણી, સી.એચ.પટેલ, કિસન સખીયા, હેમેન ભટ્ટ, રાજુ મૈત્રા, કમલેશ કોઠીવાર, નિલેશ વેકરીયા, મનોજ તંતી, હિતેશ ભાયાણી, જીતેન્દ્ર બોઘાણી, મલ્હાર સોનપાલ, સંજય પંડયા, રાહુલ પંડયા, વિમલ ડાંગર, દેવાયત મિયાત્રા, નિમિતાબેન કોઠીયા, અનીસાબેન ગઢીયા, બીનાબેન પટેલ, નેહાબેન ગાંધી, બી.એસ.જાડેજા, પ્રશાંત લાઠીગ્રા, રિપન ગોકાણી, જયરાજસિંહ જાડેજા વિગેરે નજરે પડે છે. (તસ્વીરોઃ સંદીપ બગથરીયા-અભીજીત બગથરીયા)
રાજકોટ, તા., ૧૯ : ગુજરાત બાર કાઉન્સીલના માર્ગદર્શન હેઠળ આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરના તમામ જીલ્લા અને તાલુકા કક્ષાના ર૭૮ મતદાન મથકો ઉપર ચુંટણી યોજાઇ છે.
ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલે સમગ્ર ગુજરાતભરમાંથી ચુંટણી લડી રહેલા તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી અને પોતે પણ બપોરના ૧ર.૩૦ કલાકે અમદાવાદ ખાતે મતદાન કર્યુ હતું.
આજે રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં સવારના ૯ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થતા ચુંટણી અધિકારી અતુલભાઇ દવે, જયેશભાઇ અતિત અને તેમની ટીમની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દરેક વકીલો જે બાર એસો.માં નોંધાયેલ છે. તેઓના ઓળખકાર્ડની ખરાઇ કર્યા બાદ મતદાન કરવા દીધું હતું.
રાજકોટ બાર એસો.માં કુલ ૪૩૦૦ મતદારો નોંધાયા છે. બપોરે ૩ વાગ્યે મળતી માહીતી મુજબ પપ ટકાથી વધુ મતદાન થયાનું જાણવા મળે છે. ખાસ કરીને બંને પેનલો આરબીએ અને સમરસ પેનલ વચ્ચે ભારે રસાકસી જામી છે. ત્યારે રાજકોટના સીનીયર જુનીયર વકીલોએ મતદાન કર્યુ હતું. મતદાન બપોરના ૩ વાગે પુરૂ થતા મતગણતરી ચાલુ થયેલ હતી. આજે મોડી રાત્રીના ૧ર વાગ્યા આસપાસ પરીણામ જાહેર થનાર હોય ચુંટણીના પરીણામે ભારે ઉતેજના જગાવી છે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ઘણા સમયથી ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ વચ્ચે જંગ જામી રહ્યો છે. જેના કારણે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે આ વર્ષે પણ રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં ભાજપ સમર્પિત વકીલોના બે જૂથ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. આ પ્રતિષ્ઠાભરી ચૂંટણી લડવા પ્રમુખ પદ ઉપર ઉમેદવાર સહિત ૧૬ હોદા ઉપર ૪૧ ઉમેદવારો વચ્ચે જંગ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં જંપલાવનાર બંને પેનલ અને સ્વતંત્ર ૪૧ ઉમેદવારો માટે પ્રમુખ પદ સહિતના ૧૬ હોદા ઉપર ઉમેદવારી નોંધાવનાર ૪૧ ઉમેદવારોના ભાવિનો આજે મતદારો ફેસલો કરશે. બાર એસોસીએશનની ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી રોમાંચક માહોલ સર્જાયો છે.
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી આજે જામનગર રોડ ઉપર આવેલ નવા કોર્ટ બિલ્ડિંગમાં પહેલા માળે સવારે ૯ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું બાર એસોસીએશનની ચૂંટણીમાં જંગ જામ્યો હોય તેમ પ્રમુખ પદ પર ૪ ઉમેદવાર સહિત વિવિધ ૧૬ હોદા ઉપર સમરસ અને આરબીએ પેનલના ઉમેદવારો સહિત સ્વતંત્ર ઉમેદવારી નોંધાવનાર કુલ ૪૧ ઉમેદવારોએ ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભારી ચૂંટણીમાં ભાજપ સમર્પિત વકીલોની બન્ને પેનલ આમને સામને આવતા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં સમરસ અને આરબીએ પેનલના પ્રમુખ પદ સહિતના ૧૬ હોદા ઉપર બંને પેનલે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે ત્યારે અનેક દાવેદરોએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે.
પ્રમુખપદ માટે ૪ ઉમેદવારો, ઉપપ્રમુખ પદમાં બે, અને સેક્રેટરીમાં ચાર, જોઇન્ટ સેક્રેટરીમાં ૩, ટ્રેઝરર મહિલા અનામતમાં બે, લાઇબ્રેરી સેક્રેટરીમાં ૩, કારોબારી મહિલા અનામતમાં ૮ અને જનરલ કારોબારીમાં ૧૫ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સમરસ પેનલના સુરેશ ફળદુ અને આરબીએ પેનલના સુમિત વોરા વચ્ચે જંગ મંડાયો છે. તેમજ પ્રમુખ પદ માટે અન્ય બે ઉમેદવારો પણ મેદાનમાં છે જેમાં નિરવકુમાર પંડ્યા અને હરિસિંહ વાઘેલાએ પણ જંગમાં ઝપલાવ્યું છે. ઉપપ્રમુખ માટે સમરસ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજા અને આરબીએ પેનલના બિમલ જાની વચ્ચે તેમજ સેક્રેટરીમા અનિલ ડાકા, મેહુલ મહેતા, નિલેશ પટેલ અને ગૌતમ રાજ્યગુરુ વચ્ચે સ્પર્ધા છે. જોઈન્ટ સેક્રેટરી માટે જ્યેન્દ્ર ગોંડલીયા, ધિમંત જોષી અને સંદીપ વેકરીયા વચ્ચે હરીફાઈ જામી છે. ટ્રેઝરર મહિલા અનામતમાં રેખાબેન લીંબાસીયા અને પ્રગતિબેન માકડીયા વચ્ચે સીધો જંગ જામશે, લાઇબ્રેરી સેક્રેટરીના પદ માટે અનિલ ડાકા, સાગર હાપાણી અને કેતન મંડ વચ્ચે સ્પર્ધા છે. જ્યારે મહિલા અનામત જગ્યા માટે મેઘાવીબેન ગજ્જર, હિરલબેન જોષી, નિશાબેન લુણાગરિયા, અરુણાબેન ઉર્ફે અલકાબેન પંડ્યા, મીતાબેન રાવ, મીનલબેન સોનપાલ, રક્ષાબેન ઉપાધ્યાય અને વૈશાલી વિઠલાણી, ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ૧૦ કારોબારીની જગ્યા માટે ૧૫ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે
પ્રમુખ પદ સહિત ૧૬ હોદા ઉપર ઉમેદવારી નોંધાવનાર ૪૧ ઉમેદવારોના ભાવિનો આજે મોડી સાંજે વકીલ મતદારો ફેંસલો કરશે. આજે મતદાન પૂર્ણ થયા બાદ આ લખાઇ છે ત્યારે બપોરના ત્રણ વાગ્યે મતગણતરી શરૂ થશે. રાત સુધીમાં બાર એસોસીએશનની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારો માટે આજની રાત કતલની રાત હોય તેમ કાવાદાવાના માહિર ૪૧ વકીલ ઉમેદવારો મત માટે સોગઠાબાજી ગોઠવી રહ્યા છે. રાજકોટના ૪૩૦૦ જેવા વકીલ મતદારોના મત કબ્જે કરવા ઉમેદવારો તનતોડ મહેનત કરી મતદારોને છેલ્લી ઘડી સુધી રિઝવી રહ્યા હતા.
આજે આ લખાય છે ત્યારે બપોરના ત્રણ વાગ્યે મતદાન પુરૂ થશે. લગભગ ૫૫ થી ૬૦ ટકા આસપાસ મતદાન થયાનું જાણવા મળેલ છે. બાર એસો.માં કુલ ૪૩૦૦ મતદારો નોંધાયા છે. આજે સવારના ૯ વાગ્યાથી મતદાન શરૂ કરી દેવામાં આવતા મતદાન માટે વકીલોની લાંબી લાઇનો લાગી હતી. અને મતદાન માટે અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે ધીંગુ મતદાન થયું હતું. આજે રાત્રીના લગભગ ૧૨ વાગ્યા આસપાસ પરિણામ જાહેર થનાર હોય પરિણામ પ્રત્યે ભારે ઉતેજના જાગી છે.
સને ૨૦૨૫-૨૬ની બાર એસો.ની ચુંટણીમાં આરબીએ પેનલ અને સમરસ પેનલ વચ્ચે ખુબ જ પ્રતીષ્ઠાભર્યો ચુંટણી જંગ જામ્યો છે. બંને પેનલો વચ્ચે આક્ષેપો પ્રતિઆક્ષેપો વચ્ચે ચુંટણીનો માહોલ ખુબજ ગરમાયો હતો. ત્યારે રાત્રે જાહેર થનાર પરિણામ પ્રત્યે સોૈની મીટ મંડાઇ છે.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
