હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્વ. રસિકભાઇ અનડકટ - સ્વ. વિનુભાઇ કટારીયા વિમાન આડે સુઇ ગયા'તા
વિમાનમા ભગવા કપડા પહેરીને બેસી ગયા હતાઃ રન-વે ઉપર જયશ્રી રામના નાદ કર્યા હતા લાલકૃષ્ણ અડવાણીની ધરપકડના ઘેરા પડઘા પડયા'તાઃ સ્વ. વિનુભાઇ કટારીયાના અવસાનથી સર્વત્ર ઘેરો શોક છવાયો

રાજકોટ, તા. ૧૯: રઘુવંશી સમાજના અને ભાજપ અગ્રણી શ્રી વિનુભાઇ કટારીયા (વિનોદભાઇ પ્રભુદાસભાઇ કંટારીયા) નું ગત ગુરૂવાર ૧૮/૧ર/રપ ના રોજ હ્દયરોગના હુમલો આવતા દુઃખદ નિધન થયેલ છે. વિનુભાઇ કટારીયા બાલ્યવસ્થાથી જ રાષ્ટ્રવાદી વીચારધારાને વળેલ હતા. વિનુભાઇ કટારીયાનો જન્મ ખૂબ જ સાધારણ પરિવારમાં થયેલ. યુવા વયે જ સક્રીય રાજકારણમાં પ્રવેશ કરેલ છે.
સૌરાષ્ટ્ર ભા.જ.પ.ના અને જુના જનસંઘી રઘુવંશી અગ્રણી સ્વ. રસીકલાલ અનડકટના નેતૃત્વમાં જાહેર જીવનમાં સક્રીય થઇને વાંકાનેર તાલુકા યુવા ભા.જ.પ.ના પ્રમુખ તરીકે પ્રથમ જવાબદારી વહન કરી વાંકાનેર પંથકના યુવાઓને ભા.જ.પ. ની વિચારધારા સાથે જોડી અને યુવાઓને એ સમય વાંકાનેર પંથકમાં સબળ નેતૃત્વ પુરૂ પાડેલ છે.
વાંકાનેર તાલુકા યુવા ભા.જ.પ. પ્રમુખથી લઇને ભા.જ.પ. સંગઠનના વિવિધ પદો પર સુપેરે જવાબદારીઓ વહન કરેલ છે. વાંકાનેર શહેર ભા.જ.પ. પ્રમુખ, રાજકોટ જીલ્લા ભા.જ.પ. મંત્રી સહીતની અનેક જવાબદારીઓ સફળતા પૂર્વક વહન કરેલ છે.
વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની આગેવાનીમાં જાલીડા ખાતે રામધામ મંદીર નિર્માણાધીન છે જેમાં વિનુભાઇ કંટારીયા ટ્રસ્ટી તરીકે કાર્યરત હતા. વિનુભાઇ કંટારીયા ના પરિવારમાં બન્ને દિકરીઓ ચિ. ખ્યાતિ - ચિ. ખુશ્બુ હાલ કેનેડા સ્થાયી છે. ૧૯૯૦ માં રામ જન્મભૂમિ આંદોલનના મંગલા ચરણ લાલકૃષ્ણ અડવાણીજીના નેતૃતામાં થયેલ. જેના ભાગરૂપે સોમનાથથી અયોધ્યા યાત્રાનું આયોજન થયેલ. આ યાત્રાને જબરદસ્ત જન સમર્થન મળેલ. આ યાત્રા જયારે બિહાર ખાતે પહોંચી ત્યારે લાલકૃષ્ણ અડવાણીજીની ધરપકડ થયેલ. અડવાણીજીની ધરપકડના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલ હતા.
અડવાણીજીની ધરપકડ થતાં વાંકાનેરના વતની સૌરાષ્ટ્ર ભાજપ, જુના જનસંઘી અને રઘુવીર સેનાના આદ્ય સ્થાપક સ્વ. રસીકલાલ અનડકટ અને વિનુભાઇ કટારીયા રાજકોટ એરપોર્ટ (હવાઇ મથક) ખાતે એ સમયે રાજકોટથી મુંબઇ જતુ પ્લેન (વિમાન) હાઇજેક અપહરણ કરવાના હેતુથી ગયા હતા. બન્ને ભગવા ધારણ કરી પ્લેનમાં બેસી જયશ્રી રામના બુલંદ નારા તેમજ રામધુન કરી પ્લેન રાજકોટ એરપોર્ટ થી નહી ઉપડે તેવા ઉચ્ચારો કરેલ ત્યારબાદ તુરંત ચતૂરાઇ પૂર્વક બન્ને પ્લેનથી નીચે ઉતરી રન-વે પર વિમાન આડા સૂઇ નારે બાજી કરેલ. અને તુરંત થોડી જ શ્રણોમાં પોલીસ દ્વારા સ્વ. રસીકલાલ અનડકટ અને એમની સાથે વિનુભાઇ કંટારીયાની ધરપકડ થયેલ. એ સમય પોલીસ દ્વારા બન્નેની ધરપકડ તેમજ વિમાની આડે સૂઇ ગયેલ તે લાઇવ તસ્વીર ‘અકિલા' માં પ્રસિધ્ધ થયેલ.
આ ઘટનાના એ સમયમાં સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલ અને જેલ મુકિત બાદ અડવાણીજી રાજકોટ આવેલ ત્યારે સ્વ. રસીકલાલ અનડકટ અને વિનુભાઇ કટારીયાના આ સાહસ તેમજ હિંમત ભર્યા પ્રયાસોની નોંધ લઇને બન્ને અગ્રણીઓને રૂબરૂ રાજકોટ ખાતે મળી અને પીઠ થાબડી હતી. તેમજ આ પ્લેન અપહરણની કોશીષ ના એ સમયના સ્થાનિક થી લઇ રાષ્ટ્રીય મિડીયાઅ ે નોંધ લીધેલ.
વિનુભાઇ કટારીયા ખુબ જ સાધારણ રઘુવંશી પરિવારમાં જન્મ થયેલ પણ યુવા વયે જ વાંકાનેર ખાતે શ્રી રામ ટ્રેડર્સ નામે વ્યવસાયીક સાહસ શરૂ કરી અને અકલ્પીનય સફળતા પ્રાપ્ત કરેલ.
આમ રઘુવંશી સમાજના સાહસીક વાંકાનેર ભા.જ.પ. તેમજ મોરબી જીલ્લા ભા.જ.પ.ના પીઢ અગ્રણી અને સાહસીક વ્યકિતત્વની અણધારી વિદાયથી વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણી તેમજ વાંકાનેર ભા.જ.પ. પરિવાર, વેપારી મંડળ રઘુવંશી સમાજ સહિત સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રર્વતી રહી છે.(૬.૧૩)
કાલે બપોરે ૩ વાગ્યે અંતિમયાત્રા
સ્વ. વિનુભાઇ કટારીયાની અંતિમયાત્રા કાલે તા. ર૦ ને શનીવારે બપોરે ૩ વાગ્યે તેમના નિવાસ સ્થાનથી નીકળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
