હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 19th December 2025
વાંકાનેરના ભાજપ અગ્રણી સ્વ. વિનુભાઇ કટારીયાની કાલે અંતિમવિધિ

રાજકોટઃ સ્વ.પ્રભુલાલ દેવશીભાઇ કટારીયા (ટંકારાવાળા) હાલ વાંકાનેરના સુપુત્ર વિનોદભાઇ કટારીયા (ઉ.વ.૬ર) તે ઘનશ્યામભાઇ (ભુપેન્દ્રભાઇ) ઉષાબેન દશરથભાઇ ઠક્કર (અમદાવાદ), ગીતાબેન અનિલકુમાર અનડકટ (જામનગર) તથા ભાવનાબેન નરેશકુમાર દક્ષીણી (રાજકોટ)ના ભાઇને ખ્યાતીબેન, ખુશ્બુબેન (કેનેડા)ના પિતાશ્રી તે રાજકુમાર શાહના સસરા તેમજ સ્વ.ઇશ્વરભાઇ ત્રીકમજીભાઇ રાયમગીયા (ઓરીસ્સા)ના જમાઇ તા.૧૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની અંતિમ યાત્રા તા. ર૦ ના રોજ અંકુર પ્રા.શાળા (જીનપરા મેઇન રોડ) પ્રતાપપરા (માતૃછાયા)થી ૩ વાગે નીકળશે.
વિનુભાઇ કટારીયા શ્રી રામકૃપા બ્રોકર્સ તથા ઠક્કર એન્ડ કાુ. વાંકાનેરવાળા રામધામ ટ્રસ્ટી ગુજરાત કોટન સીડ એશો. પ્રમુખ ભાજપ અગ્રણી સદગુરૂ આનંદ આશ્રમ (વાંકાનેર) પ્રમુખ તરીકે કાર્યરત હતા.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
