હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પીએમ મોદી અને પ્રિયંકા ગાંધીની ‘ચાય પે ચર્ચા'
રાજકીય કટુતાને બાજુએ મૂકીને નેતાઓ હળવા મૂડમાં જોવા મળ્યાઃ જેમાં વિકાસના મુદ્દાઓ સાથે રમૂજની છોળો પણ ઉડી

નવી દિલ્હી, તા.૧૯: સંસદનું શિયાળુ સત્ર અનિヘતિ સમય માટે સ્થગિત થયા બાદ લોકશાહીનું એક સુંદર ચિત્ર જોવા મળ્યું હતું. સામાન્ય રીતે સદનમાં એકબીજા પર પ્રહારો કરતા સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ ચાની ચુસ્કી સાથે હળવી પળો માણતા નજરે પડ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલા દ્વારા આયોજિત આ પરંપરાગત બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, સુપ્રિયા સુલે અને ધર્મેન્દ્ર યાદવ જેવા દિગ્ગજ નેતાઓ એક જ ટેબલ પર સાથે જોવા મળ્યા હતા. લાંબા સમય બાદ આવી તસવીરો સામે આવતા રાજકીય વર્તુળોમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.આ મુલાકાત દરમિયાન સૌથી વધુ આકર્ષણ પીએમ મોદી અને પ્રિયંકા ગાંધી વચ્ચેની વાતચીતનું રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિયંકા ગાંધીએ વાયનાડના પ્રશ્નો અને ત્યાંના પુનઃવસન અંગે પીએમ સાથે સકારાત્મક ચર્ચા કરી હતી. પીએમ મોદીએ પણ ખૂબ જ આત્મીયતાથી તેમની વાત સાંભળી હતી. ચર્ચા દરમિયાન જ્યારે વિપક્ષના હોબાળાને કારણે સત્ર ટૂંકું રહ્યું હોવાની મજાક થઈ, ત્યારે પીએમ મોદીએ પણ હળવા અંદાજમાં ટિપ્પણી કરી હતી કે તેઓ વિપક્ષના અવાજને દબાવવા નથી માંગતા. આ રમૂજ સાંભળીને ત્યાં હાજર સુપ્રિયા સુલે અને અન્ય નેતાઓ પણ હસી પડ્યા હતા.આ ચાય પે ચર્ચામાં માત્ર રાજકારણ જ નહીં, પરંતુ નવી સંસદમાં સાંસદો માટે સુવિધાઓ વધારવા અંગે પણ મજાકમાં ચર્ચાઓ થઈ હતી. સાંસદોએ નવા ભવનમાં જૂના સંસદ ભવન જેવી જ અલાયદી વ્યવસ્થાની માંગણી કરી હતી. રસપ્રદ વાત એ છે કે, પ્રિયંકા ગાંધીએ અગાઉ નીતિન ગડકરી સાથે પણ મુલાકાત કરી હતી, છેલ્લા કેટલાક સત્રોમાં જ્યારે વિપક્ષ ચા-પાર્ટીનો બહિષ્કાર કરતો હતો, ત્યારે આ વખતે તમામ પક્ષોના નેતાઓની હાજરી એક સકારાત્મક સંકેત આપે છે. સંસદીય કાર્ય પ્રણાલીમાં ભલે વૈચારિક મતભેદો હોય, પરંતુ દેશના હિતમાં અને જનતાના પ્રશ્નો માટે જ્યારે નેતાઓ આ રીતે એક મંચ પર આવે છે, ત્યારે તે લોકશાહીમાં સંવાદની જીત માનવામાં આવે છે. સત્રના છેલ્લા દિવસે જોવા મળેલો આ હાસ્યનો માહોલ આવનારા સમયમાં સંસદની કાર્યવાહી વધુ ફળદાયી બનશે તેવી આશા જન્માવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
