<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ચિલ્લઈ કલાના આવવાથી કાશ્મીરમાં આવશે આફત

આગામી ૪૦ દિવસ ભારે રહેશેઃશ્રીનગરના પહાડોમાં બરફવર્ષા શરૃ થઈ ગઈ છે, જેનાથી ઠંડીમાં વધારો થયો છે : કાશ્મીરમાં પ્રવાસીઓની ભીડ

જમ્મુ : પર્વતોમાં બરફવર્ષા શરૃ થઈ ગઈ છે. તે જ સમયે, મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધી ગઈ છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા તેની અસર અનુભવી રહી છે. સ્પષ્ટ છે કે કઠોર શિયાળો આવી ગયો છે. દરમિયાન, કાશ્મીરમાં, ચિલ્લા-એ-કલાનનો કઠોર શિયાળો ૨૧ ડિસેમ્બરથી શરૃ થાય છે. તે ૪૦ દિવસ સુધી ચાલે છે, અને આ સમય દરમિયાન, નદીઓ અને ધોધ પણ થીજી જાય છે. ચાલો ચિલ્લા-એ-કલાન અને ખીણ પર તેની અસર વિશે વધુ જાણીએ.

કાશ્મીર ઘાટીમાં ૨૧ ડિસેમ્બરથી ચિલ્લઈ કલાની શરૃઆત થઈ જાય છે. એટલે કે આવતીકાલથી કાશ્મીરનું ચિલ્લાઈ કલા શરૃ થશે. જે હવે જાન્યુઆરીના અંતમાં સમાપ્ત થશે. ૪૦ દિવસ સુધી ચાલનાર ચિલ્લઈ કલા ભયંકર ઠંડીવાળો સમય માનવામાં આવે છે. ચિલ્લાઈ કલા દરમિયાન કાશ્મીર ઘાટીમાં બધુ જામી જાય તેવી ઠંડી પડે છે. આ દરિમયાન ઘાટીમાં તમામ જળ સ્ત્રોત પૂર્ણ રીતે ઠરી જાય છે. કાશ્મીર ઘાટી હાલ આ જ ચિલ્લઈ કલાનો સામનો કરી રહી છે. આ એ સમય હોય છે, જેમા સૌથી વધુ હિમપાત થાય છે. આ સમય દરમિયાન ગુલમર્ગમાં ઠંડીવાળી રમતો પણ રમાય છે. ૪૦ દિવસની ભીષણ ઠંડી ચિલ્લઈ કલા બાદ ૨૦ દિવસ લાંબી ચિલ્લઈ ખુર્દ આવશે. અને પછી ૧૦ દિવસ ચાલનાર ચિલ્લઈ બચ્ચા આવશે. કલા મતલબ મોટો અને ખુર્દનો મતલબ નાનો એમ થાય છે.  કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી ત્રણ મહિના સુધી ચાલે છે. ભાગમાં વહેંચવામાં આવી છે. ચિલ્લઈ કલા, ચિલ્લઈ ખુર્દ અને ચિલ્લઈ બચ્ચા. ચિલ્લાઈ કલા ૪૦ દિવસનો સમયગાળો હોય છે. જે ૨૧ ડિસેમ્બરથી શરૃ થાય છે અને ૩૧ જાન્યુઆરી સુધી રહે છે. ચિલ્લાઈ કલા બાદ ચિલ્લઈ ખુર્દ આવે છે. જેને કલા કરતા ઓછી ઠંડી કહેવાય છે. આ સમયગાળો ૨૦ દિવસનો હોય છે. જે જાન્યુઆરી ૩૧ થી ફેબ્રુઆરી ૧૯ સુધી રહે છે. ત્યાર બાદ ચિલ્લાઈ બચ્ચાને બેબી ઠંડી કહેવાય છે. જે ફેબ્રુઆરી ૨૦થી માર્ચ ૨૨ સુધી રહે છે. પર્શિયન પરંપરાની રસપ્રદ માહિતી મુજબ, ૨૧ ડિસેમબરની રાતને શબ-એ-યાલ્દા 'નાઈટ ઓફ બર્થ' અથવા 'શબ-એ-ચેલ્લે'ના રૃપમાં ઉજવવામાં આવે છે. એટલે કે ચાળીસ દિવસની રાત. ઈરાની અજરબૈજિનિઓ તેને ચીલા ગીજાસી કહે છે, જે ઠંડીના પહેલા ૪૦ દિવસોની શરૃઆતનું પ્રતિક છે. ઈરાની પરંપરા કાશ્મીરમાં પણ બચેલી છે. જ્યાં ચિલ્લાઈ કલા ૪૦ દિવસની કાતિલ ઠંડીને કહેવામાં આવે છે.

ચિલ્લાઈ કલા દરમિયાન કાશ્મીર વેલીનું વાતાવરણ અતિ ઠંડુ અને ડ્રાય બની જાય છે. ઠંડી એટલી પડી જાય છે કે, બધુ જ જામી જાય છે. ચિલ્લાઈ કલામાં સ્નોફોલ થવાની શક્યતા મેક્સિમમ રહેલી છે. આ ૪૦ દિવસના સમયગળામાં બરફ જામી જાય છે, અને લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે છે. આ બરફ ઘાટીને ગ્લેશિયર્સ સાથે જોડે છે અને કાશ્મીરમાં નદીઓ, સરોવર અને બારમાસી જળાશયો માટે ગરમીમાં ચાલે તેટલું પાણી એકઠુ થઈ જાય છે. ચિલ્લઈ કલા બાદ બરફવર્ષા થતી નથી.

પહેલાના સમયમાં અનેક પરિવારો ચિલ્લઈ કલાના પહેલા દિવસે શેબડેગ બનાવતા હતા. ડિસેમ્બર ૨૦-૨૧ની રાતે માટીના એક વાસણમાં શલજમ અને મસાલાની સાથે તેને પકાવવામાં આવતુ હતું. છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે.

(7:40 PM IST)