હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 19th December 2025
સાઉદી અરેબિયા બાદ હવે યુએઈમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી
અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા: જનજીવન અસ્તવ્યસ્ત બન્યું :ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે મુશ્કેલી

સાઉદી અરેબિયા બાદ હવે યુએઈમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. ગઈકાલથી સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજી પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા સૂચના આપવામાં આવી છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
