હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મલ્લિકા શેરાવતનો વ્હાઇટ હાઉસમાં જલવો: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે માણી ક્રિસમસ ડિનરની મજા; સોશિયલ મીડિયા પર શેર કરી અદભૂત ઝલક
ગુલાબી ડ્રેસમાં સજ્જ મલ્લિકાએ ટ્રમ્પનું ભાષણ અને વ્હાઇટ હાઉસની ઝાકઝમાળ બતાવી; આ સન્માનને અભિનેત્રીએ પોતાની કારકિર્દીની "અવાસ્તવિક ક્ષણ" ગણાવી

વોશિંગ્ટન : ભારતીય અભિનેત્રી મલ્લિકા શેરાવત માટે આ વર્ષની ક્રિસમસ અત્યંત યાદગાર બની ગઈ છે. મલ્લિકાને યુનાઇટેડ સ્ટેટ્સના વ્હાઇટ હાઉસ તરફથી ક્રિસમસ રિસેપ્શન માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. શુક્રવાર, 19 ડિસેમ્બરના રોજ અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ભવ્ય કાર્યક્રમના ફોટા અને વિડિયો શેર કર્યા છે, જે જોઈને તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની હાજરી અને ઉત્સવનો માહોલ
મલ્લિકાએ શેર કરેલા વિડિયોમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મંચ પરથી ઉપસ્થિત મહેમાનોને સંબોધતા અને ક્રિસમસ તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જોવા મળે છે. વ્હાઇટ હાઉસમાં ક્રિસમસ ટ્રી, ચમકતી લાઈટ્સ અને આકર્ષક સજાવટ વચ્ચે મલ્લિકાએ અનેક પોઝ આપ્યા હતા. તેણે આ અનુભવ વિશે લખ્યું કે, "વ્હાઇટ હાઉસના ક્રિસમસ ડિનરમાં આમંત્રિત થવું એ એક સપના જેવું લાગે છે, હું ખરેખર ખૂબ જ આભારી છું."
ગ્લેમરસ લુક અને વ્હાઇટ હાઉસ સાથે જૂનો નાતો
આ ખાસ પ્રસંગે મલ્લિકાએ ગુલાબી-ઓમ્બ્રે સ્લિપ ડ્રેસ અને ફર જેકેટ પહેર્યું હતું, જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. નોંધનીય છે કે, મલ્લિકા માટે આ કંઈ નવો અનુભવ નથી. અગાઉ 2011માં ઓબામા વહીવટ દરમિયાન પણ તેને વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનરમાં આમંત્રણ મળ્યું હતું. તે સમયે તેની ફિલ્મ 'પોલિટિક્સ ઓફ લવ' ચર્ચામાં હતી, જે અમેરિકી ચૂંટણીઓ પર આધારિત હતી.
મલ્લિકાનું બોલિવૂડમાં કમબેક
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, મલ્લિકા શેરાવત તાજેતરમાં રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વિડિયો'માં જોવા મળી હતી. આ ફિલ્મ દ્વારા તેણે લાંબા સમય પછી બોલિવૂડમાં શાનદાર વાપસી કરી છે. 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ' અને 'વેલકમ' જેવી હિટ ફિલ્મો આપનાર મલ્લિકા ફરી એકવાર વૈશ્વિક ફલક પર ચમકી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
