હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત-ઓમાન વેપાર કરારનો ધડાકો: $3.6 બિલિયનની ભારતીય નિકાસ હવે થશે ટેક્સ-ફ્રી; ઓમાનના બજારમાં $21 બિલિયનની કમાણીનો જંગી સ્કોપ
મશીનરી, રસાયણો અને ટેક્સટાઇલ સહિતના 99% ઉત્પાદનો પરની ડ્યુટી નાબૂદ થશે; GCC દેશોમાં ઓમાન બન્યું ભારતનું મહત્વનું નિકાસ હબ

નવી દિલ્હી : ભારત અને ઓમાન વચ્ચે થયેલા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) બાદ ભારતીય નિકાસકારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વાણિજ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, આ કરાર અમલમાં આવતાની સાથે જ ભારતથી ઓમાનમાં થતી અંદાજે $3.64 બિલિયન (આશરે ₹30,000 કરોડ) ની નિકાસ પરની ડ્યુટી શૂન્ય થઈ જશે. અત્યાર સુધી આ નિકાસ પર 5 ટકા ડ્યુટી લાગતી હતી, જે હવે દૂર થવાથી ભારતીય માલ ઓમાનના બજારમાં વધુ સસ્તો અને સ્પર્ધાત્મક બનશે.
$21.2 બિલિયન સુધી પહોંચવાની ક્ષમતા
લાંબા ગાળે ભારત માટે ઓમાનનું બજાર અત્યંત આશાસ્પદ માનવામાં આવે છે. મંત્રાલયના આંકડા મુજબ, વેપારના નિયમો હળવા થવાથી અને ટેરિફમાં ઘટાડો થવાથી ભારત પાસે ઓમાનમાં કુલ $21.2 બિલિયન સુધીની નિકાસ કરવાની સંભાવના છે. નોંધનીય છે કે ઓમાન અત્યારે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોમાં ભારતનું ત્રીજું સૌથી મોટું નિકાસ ગંતવ્ય સ્થાન છે.
કયા ક્ષેત્રોને થશે સૌથી મોટો ફાયદો?
આ કરાર હેઠળ ઓમાનની 98.08 ટકા ટેરિફ લાઇન કવર કરવામાં આવી છે, જેનો અર્થ છે કે ભારતમાંથી જતી લગભગ તમામ ચીજવસ્તુઓ હવે ડ્યુટી-ફ્રી હશે. સૌથી વધુ નિકાસ ક્ષમતા ધરાવતા ક્ષેત્રો નીચે મુજબ છે:
• ખનિજો: $7.3 બિલિયન
• મશીનરી: $3.7 બિલિયન
• બેઝ મેટલ્સ: $2.9 બિલિયન
• રસાયણો અને પરિવહન સાધનો: આશરે $3.5 બિલિયન
• પ્લાસ્ટિક, રબર અને ટેક્સટાઇલ: $1.6 બિલિયનથી વધુ
વિકાસની નવી દિશા
ભારત અને ઓમાન વચ્ચેનો આ વેપાર કરાર માત્ર નિકાસ જ નહીં, પણ રોજગારીની તકો અને રોકાણને પણ પ્રોત્સાહન આપશે. આ કરારથી ભારતીય ઉત્પાદકોને મધ્ય-પૂર્વના દેશોમાં પ્રવેશવા માટે એક મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે. ખાસ કરીને પ્રોસેસ્ડ ફૂડ અને કાપડ ઉદ્યોગ માટે આ 'ગોલ્ડન ચાન્સ' સમાન છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
