<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળ અને આસામની મુલાકાતે : અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

નાદિયા જિલ્લાના રાણાઘાટ ખાતે ₹3,200 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે:એક સભાને સંબોધિત કરશે

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી શનિવારથી પશ્ચિમ બંગાળ અને આસામની બે દિવસીય મુલાકાતે છે, જે દરમિયાન તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શનિવારે સવારે, પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના રાણાઘાટ ખાતે ₹3,200 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે અને આ પ્રસંગે એક સભાને સંબોધિત કરશે. પીએમ મોદી નાદિયા જિલ્લામાં NH-34 ના 66.7 કિલોમીટર લાંબા બરજાગુલી-કૃષ્ણનગર સેક્શનના ફોર-લેનિંગનું ઉદ્ઘાટન કરશે. તેઓ ઉત્તર 24 પરગણા જિલ્લામાં હાઇવેના 17.6 કિલોમીટર લાંબા બરજાગુલી સેક્શનના ફોર-લેનિંગનો શિલાન્યાસ પણ કરશે.


 

(12:07 AM IST)