<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

ટ્રમ્‍પે ફોડયો ‘‘પ્રાઇઝ બોંબ'': દવાઓ ૭૦૦ ટકા સસ્‍તી કરી

અમેરિકી રાષ્‍ટ્રપતિએ દવાઓની કિંમતોમાં ૩૦૦ થી ૭૦૦ ટકા સુધીના ઘટાડાનું કર્યુ ઐતિહાસિક એલાન : ટ્રમ્‍પના નિર્ણયથી અમેરિકી લોકોને રાહત પણ ભારતીય કંપનીઓની તો કેડ ભાંગી જવાની

વોશિંગ્‍ટન તા.૨૦: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે વૈશ્વિક દવા બજારમાં ૅતોફાનૅ મચાવી દીધું  છે, જેની ગરમી ભારતમાં પણ અનુભવાઈ રહી છે. ટ્રમ્‍પે અમેરિકામાં ઉપલબ્‍ધ દવાઓના ભાવમાં ૩૦૦% થી ૭૦૦% સુધીના ઐતિહાસિક ઘટાડાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી અમેરિકન જનતાને રાહત તો મળી છે જ, પરંતુ ભારતીય દવા નિકાસકારોની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે.

વોશિંગ્‍ટનમાં એક હાઇ-પ્રોફાઇલ મીટિગ દરમિયાન, ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સ્‍પષ્ટ કર્યું કે અમેરિકા હવે દવાઓ માટે વધુ પડતી કિમતો ચૂકવશે નહીં. ટ્રમ્‍પે કહ્યું, દશકોથી, અમેરિકનોને વિશ્વની સૌથી મોંઘી દવાઓ ખરીદવાની ફરજ પાડવામાં આવતી હતી. પરંતુ હવે એવું નહીં થાય. અમે મોસ્‍ટ ફેવર્ડ નેશન્‍સ (MFN) પ્રાઇસિગ લાગુ કરી રહ્યા છીએ. આનો અર્થ એ છે કે વિશ્વના કોઈપણ દેશમાં દવા માટે સૌથી ઓછી કિમત હવે અમેરિકામાં પણ લાગુ પડશે.

ભારતને વિશ્વની ફાર્મસીૅ કહેવામાં આવે છે. ભારતીય કંપનીઓ અમેરિકામાં મોટી માત્રામાં સસ્‍તી જેનેરિક દવાઓ નિકાસ કરે છે. ટ્રમ્‍પના આ નવા નિર્ણયની ભારત પર બેવડી અસર પડી શકે છે. પ્રથમ, ભારતમાં દવાના ભાવ વિશ્વમાં સૌથી નીચા છે. જો અમેરિકા આ ભાવોને પોતાનો બેન્‍ચમાર્ક બનાવે છે, તો ભારતીય કંપનીઓના નફામાં ઘટાડો થશે, જેની સીધી અસર ભારતીય સપ્‍લાય ચેઇન પર પડશે. બીજું, ટ્રમ્‍પે સ્‍પષ્ટપણે ચેતવણી આપી છે કે તેઓ અન્‍ય દેશોને ભાવ ઘટાડવા માટે ટેરિફનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું, ટેરિફ વિના, આપણે ક્‍યારેય આ લક્ષ્ય પ્રાપ્ત કરી શક્‍યા ન હોત.

ઘોષણા દરમિયાન, ટ્રમ્‍પ સાથે આરોગ્‍ય સચિવ રોબર્ટ એફ઼ કેનેડી જુનિયર (આરએફકે જુનિયર), વાણિજ્‍ય સચિવ હોવર્ડ લુટનિક અને ડો. મેહમેટ ઓઝ પણ હતા. નોવાર્ટિસ, સનોફી અને જીએસકે સહિત વિશ્વની સૌથી મોટી ફાર્માસ્‍યુટિકલ કંપનીઓના સીઈઓએ પણ કરાર પર હસ્‍તાક્ષર કર્યા.

અમેરિકા ભારતીય ફાર્માસ્‍યુટિકલ ઉદ્યોગ માટે સૌથી મોટું બજાર છે. ભાવમાં ભારે ફેરફાર ભારતીય કંપનીઓના આવક માર્જિન પર દબાણ લાવશે. આ સમાચાર બાદ, રોકાણકારો સન ફાર્મા, ડો. રેડ્ડીઝ અને સિપ્‍લા જેવી મોટી ભારતીય કંપનીઓના શેર પર નજીકથી નજર રાખી રહ્યા છે. ટ્રમ્‍પ હવે ફાર્માસ્‍યુટિકલ ઉત્‍પાદનને અમેરિકામાં સ્‍થાનાંતરિત કરવા માટે દબાણ કરી રહ્યા છે, જેનાથી ભારતીય નિકાસ ઘટી શકે છે

(10:15 AM IST)