<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

આજે મહંમદ રફીના ગીતો ફરી જીવંત થશેઃ જીતેન્‍દ્ર ભટ્ટ

આજે રાત્રે પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ ખાતે રફી ફેન કલબનો અદભૂત કાર્યક્રમ : ‘હુઇ શામ ઉનકા ખયાલ આ ગયા' શિર્ષક હેઠળ આયોજીત આજનાં કાર્યક્રમમાં પ૦ થી ૭૦ નાં ગીતોનો ગુલદસ્‍તો રજુ થશે. : તમામ ગાયકો માટે રફી સાહેબ ભગવાન છેઃ સુરજદાસ : હું ઢોલ વગાડી સાથે ગીતો ગાઇ લઉ છું: રાજેન્‍દ્ર પવાર : મારા ભાવવિશ્વમાં રફી સાહેબ વસી ગયા છેઃ નીતિન જોશી : મેં શાષાીય અને લાઇટ સંગીતમાં આકાશવાણી માન્‍યતા પ્રાપ્ત કરી છેઃ ગીતા જોશી : ખુશ થઇ જીવવું હોય તો સંગીત સાથે જીવોઃ ગીતા રાની : જાગીને પહેલા હું રેડિયો ચાલુ કરૂ છું: જયેશ પનારા

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મહંમદ રફી ફેન કલબનાં પ્રુમખ જીતેન્‍દ્રભાઇ ભટ્ટ તેમજ મુંબઇથી આવેલા ગાયકો સુરજદાસ, રાજ પવાર, નીતિનભાઇ જોશી, ગીતાબેન જોશી, ગીતા રાની તેમજ રાજકોટનાં જયેશભાઇ પનારા અને એન્‍કર ભૂમિબેન વાછાણી તસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત અગથરિયા)

રાજકોટ, તા. ર૦: ‘હુઇ શામ ઉનકા ખયાલ આ ગયા' આજે રાજકોટનાં પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમમાં મહંમદ રફી સાહેબના ગીતોનો ગુલદસ્‍તો રજુ થશે. જેના સ્‍વરોની મહેક શ્રોતાઓના દિલો દિમાગ પર છવાઇ જશે. કારણ મહંમદ રફી ફેન કલબના સ્‍થાપક, પ્રમુખ તથા રફી ભકત જીતેન્‍દ્રભાઇ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા ખાસ મુંબઇથી આવેલા કલાકારો સુરજદાસ, રાજ પવાર, નીતિન જોશી, ગીતાબેન જોશી, ગીતાબેન રાની તથા રાજકોટનાં જયેશભાઇ પનારા રફી સાહેબના ગીતો વહેતા મુકશે. અકિલા ખાતે સર્વે કલાકારોએ વિગતો આપી હતી.

મહંમદ રફી ફેન કલબના પ્રમુખ જીતેન્‍દ્રભાઇ ભટ્ટે જણાવ્‍યું હતું કે, જયારે રફી સાહેબના ગીતોની સીડી લેતો ત્‍યારે ૧૦ માંથી ૭ માં બહારો ફુલ બરસાઓ... ગીત આવતું. જયારે તેમનું ચહેરે પે ગીરી ઝુલ્‍ફે... ગીત સીડીમાં લેતા નહીં એટલે રફી સાહેબના ગીતોથી દુઃખી વ્‍યકિત પણ સુખી થઇ જાય તેવી તાકાત છે એટલે દરેક ગીતો રજુ કરવાની ભાવનાથી ૧૯ વર્ષ પહેલા રફી સાહેબ ફેન કલબની સ્‍થાપના કરી છે.

મુંબઇથી આવેલા ગાયક સુરજદાસે જણાવ્‍યું હતું કે, આ ક્ષેત્રમાં આપણે કોઇને ભગવાન માનતા હોઇએ તો તમામ ગાયકો માટે મહંમદ રફી સાહેબ છે. તેમના ગીતો નાનપણથી જ સાંભળતા આવ્‍યા છીએ. હું રફી સાહેબ અને સોનું નીગમનો ચાહક છું. આજના કાર્યક્રમમાં ધર્મેન્‍દ્રને શ્રધ્‍ધાંજલીરૂપે ગીતો પણ લેવાશે. ‘સુભાન અલ્લાહ - હસીન ચહેરા..' ‘મધુબન મેં રાકિા નાચે રે..' જેવા સદાબહાર ગીતો ગાવાનો છું. ઉપરાંત ૧૯૫૦ થી ૭૦ સુધીનાં ગીતો લોકોને સાંભળવા મળશે. ઉલ્લેખનીય છે કે, સુરજદાસ ગાયકની સાથે સારા વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફર પણ છે રાજકોટ પેલી વખત આવ્‍યા છે. નવી મુંબઇ, સુરત સહિત અનેક જગ્‍યાએ શો કરે છે.

જયારે મુંબઇથી આવેલા રાજેન્‍દ્ર પવાર મુળ ઢોલક પ્‍લેયર છે જયારે ૧૯૯૫ થી ગાયકી ક્ષેત્રે પણ પોતાો કંઠ આપી રહયા છે. ૧૯૮૪ થી સંગીત ક્ષેત્રે સંકળાયેલા છે. તેઓ કહે છે, કોઇએ મને રફી સાહેબનાં ગીતો ગાવા કહયું. ત્‍યારથી તેમનાં જ ગીતો ગાઉં છું. ઉપરાંત મહંમદ અઝીઝનાં ગીતો પણ ગાઉ છું. લોકો મહંમદ અઝીજનાં ગીતો મારા અવાજમાં વધુ પસંદ કરે છે. હું ઢોલક વગાડવાની સાથે ગાઇ પણ લઉં છું જે અઘરૂ છે પણ કરી શકું છું. રાજેન્‍દ્ર પવારે ભુજ અને ઇડરમાં પણ પ્રોગ્રામ આપ્‍યા છે. રફી સાહેબનું કોઇ નઝરાના લેકર આયા હૈ... ગીત ઢોલક સાથે ખુબ પસંદ આવ્‍યું. ‘હુંઇ શામ ઉનકા ખયાલ આ ગયા..' રાઇટલ ગીતને આજે રાજેન્‍દ્ર પવાર કંઠ આપવાના છે. આ ઉપરાંત ધર્મેન્‍દ્રજીનું ન જાને કયૂં પણ લેશે.

મુંબઇથી આવેલા અને મૂળ ઓએનજીસીના નિવૃત કર્મચારી નીતીનભાઇ જોશી રફી સાહેબના ભકત છે. અને નવી મુંબઇ સહિત ઘણી જગ્‍યાએ શો કરે છે હું સુરતમાં ૧૮ વર્ષ રહયો છું પણ જીતેન્‍દ્રભાઇ ભટ્ટ જે સમુદ્રમાંથી ગીતો રૂપે મોતી શોધી લાવી લોકોને પીરસવાનું જે કામ કરે છે જે ખુબ મોટી વાત છે. મારા ભાવ વિશ્વમાં રફી સાહેબ વસી ગયા છે. હું ટેબલ ટેનીસ પ્‍લેયર છુ અને નેશનલ રમી ચુકયો છુ ત્‍યારે મુશ્‍કેલ ઘડીમાં પણ મારી પરીક્ષા થાય કે ટેન્‍શન થાય ત્‍યારે રફી સાહેબનું ગીત કિતની નાઝુક હો તુમ ગાઇ લઉ એટલે મારો કોન્‍ફીડન્‍સ વધી જાય છે. જયારે મનને શાંત કરવા મુજે તુમસે મુહોબ્‍બત હૈ...ગાઇ લઉ છું.

જયારે નીતીનભાઇ જોશીના ધર્મપત્‍ની ગીતાબેન જોશી આકાશવાણી માન્‍ય કલાકાર છે. તેમણે શાષાીય અને લાઇટ સંગીતમાં બી હાઇ ગ્રેડ મેળવ્‍યો છે. તેમજ કેન્‍દ્ર સરકાર તરફથી સર્ટીફીકેટ પણ મેળવયું છે. તેઓ કહે છે હું નાનપણી સંગીત શિખતી આવી છું. સંગીતની સ્‍પર્ધાઓ પણ અનેક જીતી છે. શાષાીયના ત્રણ કલાકના પ્રોગ્રામ પણ આપ્‍યા છે. જયારે પણ ગીતાબેન જોશી સ્‍ટેજ પર આવે ત્‍યારે ઓડીયન્‍સને કંઇક સારૂ સાંભળવા મળશે એવી અનુભુતી ચોક્કસ થાય છે. લતાજી-આશાજી ઉપરાંત પ્રભા અત્રે, કિશોરી આમોનકર, ભિમશેન જોશીને ખુબ સાંભળ્‍યા છે. મને સંગીતમાં ખુબ સારા ગુરૂ પણ મળ્‍યા છે.

ગાયીકા ગીતાબેન રાની કે જેઓ આ ક્ષેત્રે નાનપણથી સંકળાયેલા છે કેમ કે રીઝર્વ બેન્‍કમાં જોબ કરતા તેમના પિતા પણ ગાયક હતા તેનું સંગીત અમારા ત્રણ બહેનોમાં આવ્‍યું. બેંકમાં યોજાતી સ્‍પર્ધાઓમાં ગીતાબેન ભાગ લેતા. તેઓએ સંગીતમાં વિશારદ કર્યુ અને ગ્રેજયુએશન સંગીતમાં કર્યુ. જયારે તેઓ ૧૯૯૯માં દિલ્‍હી ખાતે આર.ડી.સી. કેમ્‍પમાં ગયેલા ત્‍યારે તેમની ગાયકી માટે અટલ બિહારી વાજપાઇજીના હસ્‍તે એવોર્ડ મળ્‍યો હતો. ગીતા રાનીજીએ સુદેશ ભોંસલે અને શંકર મહાદેવન જેવા ધુરંધર ગાયકો સાથે સ્‍ટેજ શેર કર્ય છે. ગીતાબેન રાની કહે છે હું પણ પહેલા ૬૦-૭૦ ના ગીતો નહોતી ગાતી પણ સાંભળી પણ એ ગીતોની સુંદરતા આજના ગીતોમાં પણ આવે છે.

ગાયકોએ જણાવ્‍યું કે પહેલાના ગીતોની વેલીડીટી લાઇફ ટાઇમ રહે છે. આ ગીતો જયાં સુધી ધરતીનું અસ્‍તિત્‍વ છે ત્‍યાં સુધી રહેશે. આ ગીતો અમર છે. આજના ગીતો કાલે ભુલ જવાય છે. જુના ગીતો શાષાીય સંગીતનો આધાર લઇ બનાવાયા છે તેમાં રાગ-આલાપ-તાન છે.

રાજકોટના મુળ બિઝનેસમેન પણ શોખથી ગીતો ગાતા જયેશભાઇ પનારાએ જણાવ્‍યું કે મને નાનપણથી ગીતો ગાવાનો શોખ જાણીને બ્રશ કરતા પહેલા હું રેડીયો ચાલુ કરી દેતો મને ગાવાનો શોખ મે મારી ફેકટરીએ સ્‍ટુડીયો બનાવ્‍યો છે. ફુરસદના સમયે ત્‍યાં ગીતો ગાંઉ છું.

કલાકારો કહે છેજો તમારે ખુશ થઇ જીવવુ હોય તો સંગીત સાથે રાખવુ જરૂરી છે. સંગીત વિનાનું જીવન બેકાર છે. વૃધ્‍ધાશ્રમના ગીતો ગાઇએ ત્‍યારે ૯૦ વર્ષના વડીલ પણ સાથે ડાન્‍સ કરવા લાગે છે. એટલે સંગીત દરેક જીવને જે અનુભુતી આપે છે તે અલૌકિક છે.

આ કાર્યક્રમનું સંચાલન ભુમીબેન વાછાણી કરવાના છે. તેઓએ એમ.બી.એ કર્યુ છે. અને સપ્તક સંગીત એકેડેમીમાંથી સંગીત વિશારદ થયા છે. રફી ફેન કલબ  માટે તેઓ બીજી વાર એન્‍કરીંગ કરવાના છે. તેઓ પણ સારા ગાયીકા છે.

આજે રાત્રે પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમ ખાતે આયોજીત કાર્યક્રમમાં મુંબઇથી આવેલા કલાકારો રફી સાહેબના ગીતોનો જાદુ લોકોસમક્ષ રજુ કરી મંત્રમુગ્‍ધ કરી દેશે. હુઇ શામ ઉનકા ખ્‍યાલ આ ગયા... આજનો કાર્યક્રમ યાદગાર બની રહેશે. વધુ વિગત માટે રફી ફેન કલબનાં જીતેન્‍દ્રભાઇ ભટ્ટનો ૯૮ર૪પ ૭ર૪૭ર પર સંપર્ક કરી શકાય છે.

(3:33 PM IST)