<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

રાજકીય ગરમાવો: કર્ણાટકમાં ફરી મુખ્યમંત્રી પદ માટે ચર્ચા તેજ : શિવકુમાર બોલ્યા - હાઈકમાન્ડ બોલાવશે તો દિલ્હી જઈશ

ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે સંકેત આપ્યો છે કે નેતૃત્વના મુદ્દે તેઓ હાઈકમાન્ડના નિર્ણયને અનુસરશે.

બેંગલુરુ: કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક ગતિવિધિઓ તેજ બની છે. ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે સંકેત આપ્યો છે કે નેતૃત્વના મુદ્દે તેઓ હાઈકમાન્ડના નિર્ણયને અનુસરશે.
કર્ણાટકના રાજકારણમાં ફરી એકવાર મુખ્યમંત્રી પદને લઈને અટકળોનું બજાર ગરમ થયું છે. તાજેતરમાં ડી.કે. શિવકુમારે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે, "જો પાર્ટી હાઈકમાન્ડ મને બોલાવશે તો હું દિલ્હી જવા માટે તૈયાર છું." 
તેમના આ નિવેદન બાદ રાજકીય વર્તુળમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે શું રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન અથવા સત્તાની વહેંચણીને લઈને કોઈ નવી ફોર્મ્યુલા વિચારાઈ રહી છે? ઉલ્લેખનીય છે કે સરકારની રચના સમયે પણ સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે પદને લઈને ખેંચતાણ થઈ હતી.

(7:20 PM IST)