તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
News of Sunday, 21st December 2025
બાંગ્લાદેશમાં હિંસાની આગ યથાવત: ૭ વર્ષની બાળકી જીવતી ભૂંજાઈ: તોફાનીઓએ બીએનપી નેતાના ઘરને આગ ચાંપતા ૭ વર્ષની માસૂમ બાળકી ભડથું
એક દિવસ પહેલા જ એક હિન્દુ યુવકને પણ જીવતો સળગાવી દેવાયો.ત્યાંની લઘુમતીઓ અને વિપક્ષી નેતાઓ પર સતત હુમલાઓ થઈ રહ્યા છે.

બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને કોમી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, વિપક્ષી પાર્ટી બીએનપી (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) ના એક સ્થાનિક નેતાના ઘરને ટાર્ગેટ કરીને તોફાની તત્વોએ આગ લગાવી દીધી હતી. આ આગમાં ઘરમાં રહેલી એક ૭ વર્ષની માસૂમ બાળકી જીવતી સળગી ગઈ હતી, જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ ઘટનાના એક દિવસ પહેલા જ એક હિન્દુ યુવકને પણ જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. ત્યાંની લઘુમતીઓ અને વિપક્ષી નેતાઓ પર સતત હુમલાઓ થઈ રહ્યા છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
