<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

યુપીમાં મિશન ૨૦૨૭ ? લખનૌમાં ભાજપનું મહામંથન: જે.પી. નડ્ડા અને યોગી આદિત્યનાથ વચ્ચે મેરેથોન બેઠક

લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ભાજપ કાર્યાલય ખાતે દિગ્ગજ નેતાઓનો મેળાવડો જામ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં સંગઠનાત્મક મુદ્દાઓ પર મહત્વની ચર્ચા થઈ.

 

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય પર આજે ગહેમાગહમી જોવા મળી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા વિશેષ મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં સરકાર અને સંગઠન વચ્ચેના સંકલન તેમજ આગામી ચૂંટણીઓની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

 

ખાસ કરીને રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. 

 

રાજકીય વિશ્લેષકો આ મુલાકાતને ખૂબ જ સૂચક માની રહ્યા છે, કારણ કે તાજેતરના રાજકીય ઘટનાક્રમો અને પેટાચૂંટણીઓના સંદર્ભમાં પક્ષ પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે. કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા અને સંગઠનને બૂથ સ્તર સુધી સક્રિય કરવા માટેની રૂપરેખા પણ આ બેઠકમાં ઘડવામાં આવી હોવાનું મનાય છે.

(9:16 PM IST)