હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્ટેજ પર રોબોટ્સનો 'જલવો': વરરાજાના મિત્રોની જેમ રોબોટ્સે લગાવ્યા ઠુમકા, હવામાં માનવીની જેમ મારી એવી પલટી કે લોકોના હોશ ઉડી ગયા!
ચીનના કોન્સર્ટમાં હ્યુમનોઇડ રોબોટ્સે પ્રોફેશનલ ડાન્સર્સ સાથે મચાવી ધૂમ; બેગી પેન્ટ પહેરીને કર્યા અદભૂત 'વેબસ્ટર ફ્લિપ્સ', વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ચેંગડુ (ચીન) : શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભવિષ્યમાં તમારા મનપસંદ સિંગરના કોન્સર્ટમાં સ્ટેજ પર માણસો નહીં પણ રોબોટ્સ ડાન્સ કરતા જોવા મળશે? આ કલ્પના ચીનના ચેંગડુ શહેરમાં હકીકત બની ગઈ છે. પ્રખ્યાત ચીની-અમેરિકન ગાયક વાંગ લીહોમના લાઈવ કોન્સર્ટમાં રોબોટ્સની એક આખી સેનાએ સ્ટેજ પર ઉતરીને એવો ડાન્સ કર્યો કે પ્રેક્ષકો આભા બની ગયા હતા. આ રોબોટ્સે માત્ર હાથ-પગ હલાવ્યા એટલું જ નહીં, પરંતુ કોઈ પ્રોફેશનલ ડાન્સરની માફક માનવ જેવી જ લચક સાથે નૃત્ય કર્યું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે 'Unitree G1' નામના અનેક હ્યુમનોઇડ રોબોટ્સ બેગી પેન્ટ અને ચળકતા ઓવરશર્ટ પહેરીને સ્ટેજ પર હાજર છે. વાંગ લીહોમના લોકપ્રિય ગીત "ઓપન ફાયર" ના સંગીત પર આ રોબોટ્સે માનવ ડાન્સર્સ સાથે તાલ મિલાવ્યો હતો. આ પ્રદર્શનનું સૌથી મોટું આકર્ષણ એ હતું કે રોબોટ્સે પૂરી ચોકસાઈ સાથે હવામાં "વેબસ્ટર ફ્લિપ" (આગળની તરફ પલટી મારવી) લગાવી હતી, જે જોઈને આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.
આ અદભૂત કોન્સર્ટનો મુખ્ય હેતુ એ દર્શાવવાનો હતો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સ માનવીની કલાને ખતમ કરવાને બદલે તેને કેવી રીતે વધુ ભવ્ય બનાવી શકે છે. લાઇવ સંગીત અને લાઈટિંગની સાથે રોબોટ્સનું સિંક્રનાઇઝેશન એટલું પરફેક્ટ હતું કે જાણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનું દ્રશ્ય લાઈવ ભજવાઈ રહ્યું હોય. અત્યાર સુધી આપણે રોબોટ્સને હોસ્પિટલ કે રેસ્ટોરન્ટમાં જોયા છે, પરંતુ હવે મનોરંજનના ક્ષેત્રમાં તેમની આ એન્ટ્રીએ નવી ચર્ચા જગાવી છે.
આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર યૂઝર્સ જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તેને 'ટેક્નોલોજીનો ચમત્કાર' કહી રહ્યા છે, તો કેટલાક ગમ્મતમાં કહી રહ્યા છે કે હવે લગ્નોમાં મિત્રોની જરૂર નહીં પડે, રોબોટ્સ જ પૂરતા છે! ચીને આ પ્રદર્શન દ્વારા ફરી એકવાર સાબિત કર્યું છે કે રોબોટિક્સ અને હ્યુમનોઇડ ટેક્નોલોજીમાં તે દુનિયાથી ઘણું આગળ નીકળી ગયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
