<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

નેશનલ બ્રોડબેન્ડ મિશન ૨.૦: ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સીમાચિહ્નરૂપ પગલું

શિક્ષણ, આરોગ્ય અને સરકારી સેવાઓ ડિજિટલ માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આ મિશન ક્રાંતિકારી સાબિત થશે

નવી દિલ્હી: વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં જાન્યુઆરી માસમાં લોન્ચ થયેલું નેશનલ બ્રોડબેન્ડ મિશન એટલે કે એનબીએમ ૨.૦ ભારતના ડિજિટલ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના દરેક ગામડા સુધી હાઈસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચાડવાનો છે.
આ મિશન અંતર્ગત ફાઈબર ઓપ્ટિક નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે જેથી ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચેનું ડિજિટલ અંતર ઘટી શકે.
શિક્ષણ, આરોગ્ય અને સરકારી સેવાઓ ડિજિટલ માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આ મિશન ક્રાંતિકારી સાબિત થશે. ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં આ મિશન કરોડરજ્જુ સમાન બની રહેશે.

 

(11:39 PM IST)