<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

મેટ્રો નેટવર્કમાં ભારત ટૂંક સમયમાં અમેરિકાને પાછળ રાખી દેશે: કેન્દ્રીય મંત્રી ખટ્ટરનો દાવો

હાલમાં ચીન ૧૦ હજાર ૧૮૭ કિલોમીટરના નેટવર્ક સાથે વિશ્વમાં પ્રથમ સ્થાને છે. અમેરિકા ૧૪૦૦ કિલોમીટર સાથે બીજા સ્થાને

નવી દિલ્હી: ભારતમાં શહેરી પરિવહન ક્ષેત્રે મેટ્રો રેલનું નેટવર્ક ખૂબ ઝડપથી વિસ્તરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત ટૂંક સમયમાં મેટ્રો નેટવર્કના મામલે અમેરિકાને પાછળ છોડી દેશે અને વિશ્વમાં બીજું સ્થાન મેળવશે. 
હાલમાં ચીન ૧૦ હજાર ૧૮૭ કિલોમીટરના નેટવર્ક સાથે વિશ્વમાં પ્રથમ સ્થાને છે. અમેરિકા ૧૪૦૦ કિલોમીટર સાથે બીજા સ્થાને છે, જ્યારે ભારત ૧૦૯૦ કિલોમીટરના નેટવર્ક સાથે ત્રીજા સ્થાને છે. 
ભારતમાં હાલ અનેક શહેરોમાં મેટ્રોના કામો ચાલી રહ્યા હોવાથી આગામી વર્ષોમાં ભારત અમેરિકાને ઓવરટેક કરીને આ યાદીમાં બીજા ક્રમે પહોંચી જશે.

(11:44 PM IST)