હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th December 2025
રાહુલ ગાંધીની નાગરિકતા વિવાદનો કેસ રાયબરેલીથી લખનૌ ટ્રાન્સફર: અલાહાબાદ હાઈકોર્ટનો આદેશ
રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા હોવાના આક્ષેપ સાથે દાખલ થયેલી અરજી પર હવે લખનૌની વિશેષ કોર્ટમાં સુનાવણી થશે.

લખનૌ: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા હોવાના આક્ષેપ સાથે દાખલ થયેલી અરજી પર હવે લખનૌની વિશેષ કોર્ટમાં સુનાવણી થશે.
અલાહાબાદ હાઈકોર્ટે આ કેસ રાયબરેલીની કોર્ટમાંથી લખનૌની ખાસ એમપી એમએલએ કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે.
આ કેસની વિગત એવી છે કે કર્ણાટકના એક ભાજપ કાર્યકર વિગ્નેશ સૂર્યવંશીએ રાહુલ ગાંધી સામે અરજી કરી હતી. અરજદારનો દાવો છે કે રાહુલ ગાંધી એક સમયે બ્રિટિશ કંપની બેકઓપ્સ લિમિટેડના ડિરેક્ટર હતા અને તે કંપનીના વાર્ષિક રિટર્નમાં તેમણે પોતાની જાતને બ્રિટિશ નાગરિક ગણાવી હતી.
ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ બે દેશની નાગરિકતા ધરાવી શકે નહીં. આ મામલે સીબીઆઈ તપાસની માંગણી કરતી અરજી હવે લખનૌની કોર્ટમાં ચાલશે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
