News of Saturday, 20th December 2025
ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે: ચીન પ્રથમ અને અમેરિકા ત્રીજા સ્થાને
ચોથા ક્રમે ઇન્ડોનેશિયામાં ૨૧ કરોડ ૨૦ લાખ અને પાંચમા ક્રમે બ્રાઝિલમાં ૧૮ કરોડ ૩૦ લાખ ઈન્ટરનેટ યુઝર્સ

નવી દિલ્હી: ડિજિટલ ક્રાંતિના યુગમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા કોઈ પણ દેશની પ્રગતિનો માપદંડ બની રહી છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ ઈન્ટરનેટ યુઝર્સની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.
આ યાદીમાં ચીન પ્રથમ સ્થાને છે જ્યાં આશરે ૧.૧૧ અબજ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.
જ્યારે ભારતમાં ઈન્ટરનેટ વાપરનારાઓની સંખ્યા ૮૦.૬૦ કરોડ થી ૧૦૦ કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે.
ત્રીજા ક્રમે અમેરિકા છે જ્યાં ૩૨ કરોડ ૨૦ લાખ યુઝર્સ છે.
ત્યારબાદ ચોથા ક્રમે ઇન્ડોનેશિયામાં ૨૧ કરોડ ૨૦ લાખ અને પાંચમા ક્રમે બ્રાઝિલમાં ૧૮ કરોડ ૩૦ લાખ ઈન્ટરનેટ યુઝર્સ છે.
ભારતમાં સસ્તા ડેટા અને સ્માર્ટફોનની સરળ ઉપલબ્ધતાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ ડિજિટલ વપરાશ વધ્યો હોવાનું આ આંકડા સૂચવે છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
