હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મનરેગા પર 'બુલડોઝર' ચલાવવાનો સોનિયા ગાંધીનો આક્ષેપ: 'જી રામ જી' બિલ પર આરપારની લડાઈ, કોંગ્રેસ સાંસદના નેતૃત્વમાં સંસદીય સમિતિએ અધિકારીઓને તેડાવ્યા!
૨૯ ડિસેમ્બરે સરકાર અને વિપક્ષ આમને-સામને; શું મોદી સરકારનું નવું બિલ ગરીબોના હિત વિરુદ્ધ છે? - રાહુલ ગાંધીએ સરકારને બિલ પાછું ખેંચવા મજબૂર કરવાની આપી ચેતવણી

નવી દિલ્હી :સંસદ દ્વારા પસાર કરાયેલા 'વિકસિત ભારત જી રામ જી' (VB-G RAM-G) બિલને લઈને દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. મનરેગા જેવી મહત્વકાંક્ષી યોજનાને બદલવાની મોદી સરકારની આ યોજના હવે સીધી સંસદીય સ્થાયી સમિતિના રડારમાં આવી ગઈ છે. જોકે આ બિલને રાષ્ટ્રપતિની સંમતિ મળવાની બાકી છે, પરંતુ તે પહેલા જ કોંગ્રેસના સાંસદ સપ્તગિરિ શંકર ઉલકાના નેતૃત્વમાં ગ્રામીણ વિકાસ અંગેની સંસદીય સમિતિએ આ બિલની સમીક્ષા કરવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો છે.
કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક વીડિયો સંદેશ દ્વારા સરકાર પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે કોઈપણ પરામર્શ વિના મનરેગાને રદ કરી દીધી છે અને નવા બિલ દ્વારા ગરીબોના હિતો પર 'બુલડોઝર' ચલાવી દીધું છે. સોનિયા ગાંધીના મતે, આ બિલ માત્ર નામ બદલવા પૂરતું નથી, પરંતુ તે ગરીબોના રોજગારના મૂળભૂત અધિકારોને છીનવી લેવાની એક ચાલ છે. આ મુદ્દે કોંગ્રેસ કાર્યકારી સમિતિની ૨૭ ડિસેમ્બરે મહત્વની બેઠક પણ બોલાવવામાં આવી છે.
ગ્રામીણ વિકાસ અંગેની સંસદીય સમિતિએ ૨૯ ડિસેમ્બરે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓને તલબ કર્યા છે. આ બેઠકમાં સરકાર પાસે જવાબ માંગવામાં આવશે કે નવું 'જી રામ જી' બિલ મનરેગા કરતા કેવી રીતે અલગ છે અને તેનાથી ગ્રામીણ શ્રમિકોને શું ફાયદો થશે? જોકે, ટેકનિકલ રીતે બિલ સંસદમાં પસાર થઈ ગયું હોવાથી સમિતિની ભલામણો કાયદાકીય રીતે અસરકારક નહીં રહે, પરંતુ રાજકીય રીતે સરકાર પર દબાણ વધારવા માટે આ મોટું પગલું માનવામાં આવે છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ આ બિલનો રસ્તાથી લઈને સંસદ સુધી વિરોધ કરશે અને સરકારને આ બિલ પાછું ખેંચવા માટે મજબૂર કરવામાં આવશે. વિપક્ષનો દાવો છે કે મનરેગા એક કાયદાકીય ગેરંટી હતી, જ્યારે નવું બિલ ગરીબોને વહીવટીતંત્રની દયા પર છોડી દેશે. હવે જોવાનું એ રહેશે કે ૨૯ ડિસેમ્બરની બેઠકમાં સરકાર આ નવા બિલના સમર્થનમાં કેવા પુરાવા રજૂ કરે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
