હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 21st December 2025
હેવાનિયતની તમામ હદો પાર: ગર્ભવતી પત્ની રેહાના પર શંકા રાખી પતિએ ગુપ્તાંગમાં એસિડ રેડ્યું
પીડિતા બે દિવસ સુધી ઘરમાં જ પીડામાં તરફડતી રહી હતી અને કોઈને જાણ પણ કરવા દીધી ન હતી. જ્યારે તેની તબિયત લથડી ત્યારે તેને હોસ્પિટલ ખસેડાઈ

પતિ-પત્નીના પવિત્ર સંબંધને લજવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચારિત્ર્ય પર શંકા રાખીને એક પતિએ પોતાની ગર્ભવતી પત્ની રેહાના પર અત્યાચાર ગુજારતા તેના પ્રાઈવેટ પાર્ટ પર જલદ એસિડ રેડ્યું હતું. અત્યંત દર્દનાક બાબત એ છે કે પીડિતા બે દિવસ સુધી ઘરમાં જ પીડામાં તરફડતી રહી હતી અને કોઈને જાણ પણ કરવા દીધી ન હતી. જ્યારે તેની તબિયત લથડી ત્યારે તેને હોસ્પિટલ ખસેડાઈ હતી.
ડોક્ટરોના જણાવ્યા મુજબ, ઈન્ફેક્શન એટલું ફેલાઈ ગયું છે કે સારવાર દરમિયાન રોજ સડેલું માંસ કાઢવું પડે છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
