<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

પ્રયાગરાજમાં પ્રેમલીલા: હાઈવોલ્ટેજ ડ્રામા: પ્રેમી-પ્રેમિકા છાપરા ઉપર રંગરેલિયા મનાવતા રંગેહાથ ઝડપાયા, ગ્રામજનોએ તાત્કાલિક મંદિરમાં ફેરા ફરાવી દીધા!

બંનેને પરણાવી દેવાયા હતા. દુલ્હન બાઈક પર બેસીને સાસરે વિદાય થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો

યુપીના પ્રયાગરાજના ગ્રામ્ય વિસ્તારમાં એક અનોખી ઘટના બની છે. અહીંના એક ગામમાં પ્રેમી યુગલ ચોરીછૂપીથી મળવા માટે એક ખેતરના છપ્પરમાં ગયું હતું. ગ્રામજનોને શંકા જતા તેઓએ ત્યાં જઈને તપાસ કરી તો બંને આપત્તિજનક હાલતમાં મળી આવ્યા હતા. 
ગામલોકોએ હોબાળો મચાવતા બંનેના પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પંચાયત મળી હતી અને નક્કી કરવામાં આવ્યું કે બંનેના લગ્ન કરાવી દેવા. 
ગામના જ એક શિવ મંદિરમાં તાત્કાલિક લગ્નનું આયોજન થયું હતું અને બંનેને પરણાવી દેવાયા હતા. દુલ્હન બાઈક પર બેસીને સાસરે વિદાય થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

(1:20 AM IST)