હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 21st December 2025
ઉત્તર ભારત ગાઢ ધુમ્મસની લપેટમાં: અનેક ફ્લાઈટ્સ રદ, ટ્રેનો ૬ કલાક સુધી મોડી: હવામાન વિભાગ દ્વારા દિલ્હી, હરિયાણા અને પંજાબ માટે ધુમ્મસનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર
દિલ્હી એરપોર્ટ પર શનિવારે અને રવિવારે ૧૩૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે

નવી દિલ્હી: ભીષણ ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે ઉત્તર ભારતમાં હવાઈ અને રેલવે વ્યવહાર ખોરવાયો છે. દિલ્હી એરપોર્ટ પર શનિવારે અને રવિવારે ૧૩૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
* શનિવારે દિલ્હીમાં ૬૬ અરાઈવલ અને ૬૩ ડિપાર્ચર ફ્લાઈટ્સ રદ થઈ હતી, જ્યારે સેંકડો ફ્લાઈટ્સ મોડી પડી હતી.
* નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અનેક લાંબા અંતરની ટ્રેનો ૪ થી ૬ કલાક મોડી ચાલી રહી છે.
* હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા અને પંજાબ માટે ધુમ્મસનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
