હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જમ્મુ-કાશ્મીરમાં રજાઓની યાદી જાહેર થતા જ ભડકો: શેખ અબ્દુલ્લાની જયંતિ અને શહીદ દિવસની રજા ગાયબ: ભાજપે નિર્ણય વધાવ્યો: બીજી તરફ ભાજપે રજાઓ યથાવત રાખવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ભાજપ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૨૦૨૦થી વિવાદાસ્પદ અને ક્ષેત્ર વિશેષ રજાઓ હટાવી દેવામાં આવી છે અને તે યથાવત રહેવી જોઈએ
સત્તામાં રહેલી નેશનલ કોન્ફરન્સ પાર્ટીએ વચન આપ્યું હતું કે તેઓ જૂની રજાઓ પુનઃસ્થાપિત કરશે, પરંતુ ઉપરાજ્યપાલના આદેશ પર સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા જે લિસ્ટ બહાર પડાયું છે તેમાં બે મહત્વની રજાઓ ગાયબ છે

જમ્મુ: જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદીને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. નેશનલ કોન્ફરન્સના ચૂંટણી વચનો છતાં, ઉપરાજ્યપાલ (એલજી) પ્રશાસને બહાર પાડેલી યાદીમાં શેખ અબ્દુલ્લાની જયંતિ (૫ ડિસેમ્બર) અને શહીદ દિવસ (૧૩ જુલાઈ)ની રજાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભાજપે આ નિર્ણયને આવકાર્યો છે.
જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા આગામી વર્ષ માટે જાહેર કરવામાં આવેલી રજાઓની યાદીએ પ્રદેશની રાજનીતિમાં નવો ગરમાવો લાવી દીધો છે. સત્તામાં રહેલી નેશનલ કોન્ફરન્સ પાર્ટીએ વચન આપ્યું હતું કે તેઓ જૂની રજાઓ પુનઃસ્થાપિત કરશે, પરંતુ ઉપરાજ્યપાલના આદેશ પર સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા જે લિસ્ટ બહાર પડાયું છે તેમાં બે મહત્વની રજાઓ ગાયબ છે.
* કઈ રજાઓ કપાઈ?: ૫ ઓગસ્ટ ૨૦૧૯ પછી કલમ ૩૭૦ હટાવ્યા બાદ જે રજાઓ રદ થઈ હતી, તેમાં શેખ મોહમ્મદ અબ્દુલ્લાની જન્મજયંતિ (૫ ડિસેમ્બર) અને ૧૩ જુલાઈનો શહીદ દિવસ સામેલ હતો. નવી યાદીમાં પણ આ રજાઓને સ્થાન મળ્યું નથી.
* સત્તા સંઘર્ષ: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા હોવા છતાં, રજાઓનું લિસ્ટ ઉપરાજ્યપાલના કાર્યાલય દ્વારા નક્કી થતા ફરી એકવાર સાબિત થયું છે કે "વાસ્તવિક સત્તા" કોની પાસે છે.
* નેશનલ કોન્ફરન્સ નારાજ: પાર્ટીના પ્રવક્તાએ આ ઘટનાને કાશ્મીરના ઈતિહાસ અને લોકતાંત્રિક સંઘર્ષ પ્રત્યે ભાજપની ઉપેક્ષા ગણાવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ નાયબ મુખ્યમંત્રી સુરીન્દર ચૌધરીએ દાવો કર્યો હતો કે "શેખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરનું નિર્માણ કર્યું છે, તેમની જયંતિની રજા ચોક્કસ જાહેર થશે."
* ભાજપે નિર્ણય વધાવ્યો: બીજી તરફ ભાજપે રજાઓ યથાવત રાખવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ભાજપ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૨૦૨૦થી વિવાદાસ્પદ અને ક્ષેત્ર વિશેષ રજાઓ હટાવી દેવામાં આવી છે અને તે યથાવત રહેવી જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
