<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

બુર્જ ખલીફાનો રેકર્ડ તૂટશે : સાઉદી ક્રાઉન પ્રિન્સ બુર્જ ખલિફા કરતા પણ ઊંચી જેદ્દાહ ટાવર નામની બનાવી રહ્યા છે બિલ્ડીંગ

દુબઈના બુર્જ ખલીફાની ઊંચાઈ 828 મીટર છે, જેદ્દાહ ટાવર તેનાથી લગભગ 180 મીટર વધુ ઊંચો હશે: જેહાદ ટાવરની ઊંચાઈ 1000 મીટર હશે એટલે કે 1 કિલોમીટર

નવી દિલ્હી : વિશ્વની સૌથી ઊંચી ઇમારત એટલે કે દુબઈના બુર્જ ખલીફાનો રેકોર્ડ ટૂંક સમયમાં તૂટવાનો છે. કારણ કે સાઉદીના ક્રાઉન પ્રિન્સ બુર્જ ખલીફા કરતા પણ ઊંચી એક ઇમારત બનાવડાવી રહ્યા છે, જેને જેદ્દાહ ટાવરના નામથી ઓળખવામાં આવશે. તેની ઊંચાઈ બુર્જ ખલીફા કરતા પણ ઘણી વધારે હશે. આ ટાવરની ઊંચાઈ 1000 મીટર હશે એટલે કે 1 કિલોમીટર. ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ મુજબ, આ ટાવર 2028 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. નોંધનીય છે કે, દુબઈના બુર્જ ખલીફાની ઊંચાઈ 828 મીટર છે, એટલે જેદ્દાહ ટાવર તેનાથી લગભગ 180 મીટર વધુ ઊંચો હશે. 

   2025માં જેદ્દાહ ટાવર બનાવવાનું કામ ફરીથી શરૂ થયું હતું. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આલ સઉદના વિઝન 2030 હેઠળ આને બનાવવામાં આવી રહ્યો છે. જેદ્દાહ ટાવર સાઉદી અરેબિયાના જેદ્દા ઇકોનોમિક સિટીમાં બનાવવામાં આવી રહ્યો છે. કહેવામાં આવે છે કે આ એન્જિનિયરિંગનો એક અનોખો નમૂનો હશે.  

મીડિયા રિપોર્ટ અનુસાર, જેદ્દાહ ટાવરમાં અત્યાર સુધીમાં આશરે 80 માળ બની ચૂક્યા છે. આનું નિર્માણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. માનવામાં આવે છે કે આ ઇમારતમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ હશે. શરૂઆતમાં આ ઇમારતનું નિર્માણ 2020માં જ પૂર્ણ થઈ જવાનું હતું.

2011માં આ ઇમારત બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ભ્રષ્ટાચારના આરોપો પછી આનું નિર્માણકાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું. તે સમયે આ ઇમારતના 63 માળ બની ગયા હતા. જોકે, આ વર્ષની શરૂઆતમાં (જાન્યુઆરી 2025માં) આનું કામ ફરી શરૂ થયું છે.

- જેદ્દાહ ટાવરમાં ઓફિસ, હોટેલ, એપાર્ટમેન્ટ્સ હશે. આ ઊંચા ટાવરમાં આવવા-જવા માટે ખૂબ ઝડપી ચાલતી લિફ્ટ પણ લગાવવામાં આવશે, જેથી મુલાકાતીઓને કોઈ તકલીફ ન પડે.

(7:45 PM IST)