હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એપ્સટીન કાંડમાં ચોંકાવનારો ખુલાસો : ઘીસલેન મેક્સવેલની સેંકડો શરમજનક તસવીરો જાહેર થતા ખળભળાટ
અમેરિકી ન્યાય વિભાગે હજારો દસ્તાવેજો અને ફોટાઓનો પટારો ખોલ્યો : પ્રિન્સ એન્ડ્રુ, બિલ ક્લિન્ટન અને માઈકલ જેક્સન જેવા દિગ્ગજો સાથેની વાંધાજનક તસવીરો આવી સામે : મેક્સવેલ હાલમાં સેક્સ ટ્રાફિકિંગના ગુનામાં ૨૦ વર્ષની જેલની સજા કાપી રહી છે

ન્યૂયોર્ક : કુખ્યાત ફાઇનાન્સર જેફરી એપ્સટીન અને તેની સહયોગી ઘીસલેન મેક્સવેલ સાથે સંકળાયેલા સેક્સ ટ્રાફિકિંગના કાળા કૌભાંડમાં વધુ એક વિસ્ફોટક વળાંક આવ્યો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) દ્વારા તાજેતરમાં હજારો ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મેક્સવેલની અત્યંત શરમજનક અને વાંધાજનક અંગત પળો કેમેરામાં કેદ થયેલી જોવા મળી રહી છે. આ તસવીરો એપ્સટીનના હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટની ભયાનકતા અને તેમાં સંકળાયેલા દિગ્ગજોના ચહેરા ખુલ્લા પાડે છે.
તસવીરોમાં વાંધાજનક હરકતો
જાહેર થયેલા દસ્તાવેજોમાં મેક્સવેલની એવી તસવીરો સામે આવી છે જેમાં તે ક્યાંક અર્ધનગ્ન હાલતમાં તો ક્યાંક પુરુષો સાથે અશોભનીય હરકતો કરતી જોવા મળે છે. એક તસવીરમાં તે લક્ઝરી સ્પોર્ટ્સ કારમાં બેસીને કેમેરા સામે અંગ પ્રદર્શન કરી રહી છે, જ્યારે અન્ય એક તસવીરમાં તે પ્રખ્યાત જાદુગર ડેવિડ કોપરફિલ્ડ સાથે ખૂબ જ નિકટતા ધરાવતી જોવા મળે છે. ‘લોલિતા એક્સપ્રેસ’ તરીકે ઓળખાતા એપ્સટીનના પ્રાઈવેટ જેટમાં પણ મેક્સવેલ અને એપ્સટીન પાર્ટીઓ કરતા જોવા મળ્યા છે.
વિશ્વના દિગ્ગજોના નામ ઉછળ્યા
આ ફોટોગ્રાફ્સના ખજાનામાં માત્ર મેક્સવેલ જ નહીં, પરંતુ વિશ્વની અનેક શક્તિશાળી હસ્તીઓ પણ જોવા મળી રહી છે:
* પ્રિન્સ એન્ડ્રુ: બ્રિટિશ રાજવી પરિવારના પ્રિન્સ એન્ડ્રુ અનેક યુવતીઓ સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા છે, જેમના ફોટામાં મેક્સવેલ પાછળ ઉભી રહીને સ્મિત આપી રહી છે.
* બિલ ક્લિન્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન મેક્સવેલ સાથે સ્વિમિંગ કરતા અને અન્ય એક અજાણી મહિલા સાથે જોવા મળ્યા છે.
* અન્ય સેલિબ્રિટીઝ: પોપ સ્ટાર માઈકલ જેક્સન અને મિક જેગર જેવી હસ્તીઓના નામ પણ આ દસ્તાવેજોમાં સામે આવ્યા છે.
ન્યાય વિભાગની સ્પષ્ટતા
ન્યાય વિભાગે જણાવ્યું હતું કે એપ્સટીન સાથે તસવીરોમાં હોવાનો અર્થ એ નથી કે તે વ્યક્તિ ગુનામાં સંડોવાયેલી જ છે. જોકે, આ તસવીરો તે સમયની એશઆરામની જિંદગી અને તે પાછળ છુપાયેલા ગુનાહિત કૌભાંડની સાક્ષી પૂરે છે. મેક્સવેલ અત્યારે સગીરાઓના ટ્રાફિકિંગના ગુનામાં ૨૦ વર્ષની જેલની સજા કાપી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જેફરી એપ્સટીને જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃત્યુ બાદ આ કેસના દસ્તાવેજો જાહેર થતા વિશ્વભરના અમીર અને શક્તિશાળી લોકોમાં ફફડાટ ફેલાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
