<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

યુપી પોલીસ અને STF ની મોટી કાર્યવાહી : બુલંદશહર અને સહારનપુરમાં એન્કાઉન્ટરમાં બે ઇનામી બદમાશો માર્યા ગયા

પહેલા એન્કાઉન્ટરમાં બુલંદશહરમાં 50 હજારના ઇનામી જુબેર ઉર્ફે પીટર માર્યો ગયો, જ્યારે બીજા એન્કાઉન્ટરમાં સહારનપુરમાં 1 લાખના ઇનામી શૂટર સિરાજ અહમદ ઠાર થયો

ઉત્તર પ્રદેશમાં અપરાધીઓ વિરુદ્ધ પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની આક્રમક કાર્યવાહી ચાલુ છે. માત્ર બે કલાકના અંતરે બુલંદશહર અને સહારનપુરમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં બે ઇનામી બદમાશો માર્યા ગયા છે. પહેલા એન્કાઉન્ટરમાં બુલંદશહરમાં 50 હજારના ઇનામી જુબેર ઉર્ફે પીટર માર્યો ગયો હતો જ્યારે બીજા એન્કાઉન્ટરમાં સહારનપુરમાં 1 લાખના ઇનામી શૂટર સિરાજ અહમદ ઠાર થયો.  છે બંને એન્કાઉન્ટરમાંથી પિસ્તોલ, કારતૂસ અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. .

(12:10 AM IST)