<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

પૈસા નહોતા એટલે ૪ વર્ષના દીકરાનો મૃતદેહ થેલીમાં લઈને પિતા ઘરે ગયા

દીકરાના શબને ઘરે પાછું લઈ જવા માટે પિતાએ હોસ્‍પિટલને એમ્‍બ્‍યુલન્‍સ આપવાની વિનંતી કરી, પણ કોઈએ સાંભળ્‍યું નહીં

ચાઇબાસા,તા.૨૨: ઝારખંડના ચાઇબાસા ગામમાં મોતનો મલાજો પણ પાળખવામાં નથી આવતો. સામાન્‍ય રીતે હોસ્‍પિટલમાં મૃત્‍યુ થાય તો મૃતદેહને ઘરે પાછો લાવવા માટે એમ્‍બ્‍યુલન્‍સ કે શબવાહિનીની વ્‍યવસ્‍થા હોય છે, પરંતુ આ ગામમાં એવી વ્‍યવસ્‍થા હતી, પરંતુ એ માટે મોટી ફી વસૂલવામાં આવતી હતી. વાત એમ હતી શુક્રવારે દીકરાની તબિયત બગડતાં ડિમ્‍બા ચત્તોમ્‍બા નામના પિતા તેને બસમાં ૭૦ કિલોમીટર દૂર આવેલી સિવિલ હોસ્‍પિટલ લઈ ગયા હતા. સારવાર દરમ્‍યાન એ જ સાંજે ચાર વાગ્‍યે દીકરાનું મૃત્‍યુ થઈ ગયું. એ પછી દીકરાના શબને ઘરે પાછું લઈ જવા માટે પિતાએ હોસ્‍પિટલને ઍમ્‍બ્‍યુલન્‍સ આપવાની વિનંતી કરી, પણ કોઈએ સાંભળ્‍યું નહીં. જે લોકોએ વ્‍યવસ્‍થા કરી આપવાની વાત કરી તેઓ ખૂબ પૈસા માગી રહ્યા હતા એટલે પિતા દીકરાના શબને થેલીમાં ભરીને બસમાં ઘરે ગયા હતા.

 

(9:59 AM IST)